NATIONAL : સંચાર સાથી એપ મામલે મોદી સરકાર બેફકૂટ પર, પ્રી ઈન્સ્ટોલેશનનો આદેશ પાછો ખેંચ્યો

0
35
meetarticle

કેન્દ્ર સરકારે તમામ નવા સ્માર્ટફોનમાં ફરજિયાત સાયબર સુરક્ષા માટેની સંચાર સાથી એપ પહેલેથી જ ઈન્સ્ટોલ કરવાનો આદેશ પરત ખેંચ્યો છે. આ આદેશ આવ્યા બાદથી જ યુઝર્સની પ્રાઈવસી મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો હતો. સરકારનો દાવો છે કે તમામ નાગરિકોની સાયબર સિક્યુરિટી માટે પ્રિ-ઈન્સ્ટોલેશનનો આદેશ આપવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં જ આ એપના યુઝર્સમાં 10 ગણો વધારો થયો છે અને 6 લાખ લોકોએ એપ ડાઉનલોડ કરી છે. જેથી હવે ફરજિયાતપણે એપ પહેલેથી જ ઈન્સ્ટોલ કરવાનો આદેશ પરત લઈએ છીએ.

કાલે સ્પષ્ટતા અને આજે આદેશ જ પરત ખેંચ્યો 

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે તમામ મોબાઈલ ફોન કંપનીઓને આદેશ આપ્યો હતો કે તમામ નવા સ્માર્ટફોનમાં પહેલેથી જ સંચાર સાથી એપ ઈન્સ્ટોલ કરીને આપવામાં આવે. જે બાદ એવા અહેવાલો પણ વહેતા થયા હતા કે યુઝર્સ તેમની ઈચ્છા અનુસાર આ એપ ડિલીટ પણ નહીં કરી શકે. વિપક્ષ દ્વારા સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જે બાદ સરકારે ગઇકાલે એવી સ્પષ્ટતા કરી હતી કે એપ રાખવી ફરજિયાત નથી, યુઝર્સ ઈચ્છે તો ડિલીટ કરી શકશે. જોકે આ સ્પષ્ટતાના 24 જ કલાકમાં હવે સરકારે નવો આદેશ આપી સમગ્ર મામલે યુટર્ન લીધો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here