NATIONAL : સ્પીકર અમારા કપડાં પર નજર રાખે છે’, રાજસ્થાનમાં કોંગ્રેસની મહિલા ધારાસભ્યોના આક્ષેપ બાદ ઘમસાણ

0
60
meetarticle

રાજસ્થાન વિધાનસભામાં હાલમાં સીસીટીવી કેમેરાને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસના મહિલા ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે સ્પીકર વાસુદેવ દેવનાની તેમના ચેમ્બરમાંથી કેમેરા દ્વારા તેમના પહેરવેશ અને બેસવા પર નજર રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની બારીકાઈથી નજર રાખવી એ તેમની ગોપનીયતાનું સીધું ઉલ્લંઘન છે.

શું છે મામલો?

રાજસ્થાન વિધાનસભામાં સદનમાં બે વધારાના કેમેરા લગાવવાનો મુદ્દો હવે મહિલા ધારાસભ્યોની ગોપનીયતા પર નજર રાખવા સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસના મહિલા ધારાસભ્યો રીટા બરબડ અને શિમલા નાયકે આરોપ લગાવ્યો છે કે સ્પીકર આ કેમેરાથી ચેમ્બરમાંથી તેમના કપડાં અને બેસવા પર નજર રાખી રહ્યા છે, જે તેમની ગોપનીયતાનું સીધું ઉલ્લંઘન છે. 

બીજી તરફ, ભજનલાલ સરકારે કોંગ્રેસની આ વિચારસરણીને જ તુચ્છ અને ગંદી ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘જે પાર્ટીના નેતાઓ અને મંત્રીઓ ભંવરી દેવી દુષ્કર્મ કેસમાં ફસાયેલા છે, તે સ્પીકર પર સવાલ ઉઠાવી રહી છે!’

બે વધારાના કેમેરા લગાવવાથી વિવાદ શરૂ થયો

રાજસ્થાન વિધાનસભામાં હવે બે વધારાના સીસીટીવી કેમેરા લગાવવાને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. જોકે, સદનમાં રોજિંદા કામકાજની રેકોર્ડિંગ માટે પહેલાથી જ કેમેરા લાગેલા છે, જેનું યુટ્યુબ પર સીધું પ્રસારણ થાય છે. આ નવા કેમેરાના કારણે કોંગ્રેસના મહિલા ધારાસભ્યો અને નેતાઓ ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. 

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ જણાવ્યું કે, ‘સ્પીકરે મહિલાઓની જાસૂસી કરવી ન જોઈએ.’ વિપક્ષના નેતા ટીકારામ જૂલીએ તો એવો પણ દાવો કર્યો છે કે તેમની પાસે રેકોર્ડિંગ છે જે સાબિત કરે છે કે સ્પીકર તેમના ચેમ્બરમાંથી જાસૂસી કરી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here