NATONAL : દિલ્હીનાં ૩૮ પૈકી પાંચ સ્ટેશનોમાં હવાની ગુણવત્તા વધારે ખરાબ શ્રેણીમાં

0
47
meetarticle

દિલ્હીમાં આજે સિઝનનું સૌથી ઓછું ૧૮.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. બીજી તરફ દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. આજે શહેરના છ મોનિટરિંગ સ્ટેશનોમાં હવાની ગુણવત્તા વધારે ખરાબ કેટેગરીમાં નોંધવામાં આવી હતી.

ચાલુ સપ્તાહની શરૃઆતમાં૨૦૨૫-૨૬ની ઠંડીની ઋતુમાં પ્રથમ વખત લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધવામાં આવ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨૦૨૪માં ૧૨ ઓક્ટોબરે પ્રથમ વખત તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધવામાં આવ્યું હતું. જ્યારે ૨૦૨૩માં ૩ ઓક્ટોબરે પ્રથમ વખત લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું ૧૮.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૨.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જે સિઝનના સરેરાશ તાપમાનથી ૦.૩ ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું.

દિલ્હીના ૩૮ મોનિટરિંગ સ્ટેશનો પૈકી પાંચમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ કેટેગરીમાં નોંધવામાં આવી હતી. આ પાંચ સ્ટેશનો પૈકી આનંદ વિહારનો એક્યુઆઇ (એર કવાલિટી ઇન્ડેક્સ) સૌથી વધુ ૩૫૯ નોંધવામાં આવ્યો હતો.

દિલ્હીના એર કવાલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમના જણાવ્યા અનુસારક આગામી દિવસોમાં પણ દેશની રાજધાનીની હવાની ગુણવત્તા ખરાબ રહેવાની શક્યતા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here