પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત ખેત પેદાશનું વેચાણ કરીને યોગ્ય પેદાશોના ભાવો મળી રહે તે માટે પોરબંદર જિલ્લામાં બગવદર, પોરબંદર, કુતિયાણા, રાણાકંડોરણા, માધવપુર ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રની વ્યવસ્થાઓ કરવામાં આવી છે
જેમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રમાં દર સાપ્તાહિક ગુરુવાર સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લામાં જુના બસ સ્ટેન્ડ ખાતે રાણાકંડોરણા, કસ્ટમ ચોક, ગ્રામીણી બેંકની બાજુમાં, કુતિયાણા ખાતે,એસ.ટી.સ્ટેન્ડ બાજુમાં, બગવદર ખાતે,રામદેવપીર મંદિરની બાજુમાં, માધવપુર ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશોનું સુવ્યવસ્થિત રીતે વેચાણ થાય તે માટે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રોની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
વધુમાં પોરબંદર ખાતે દર રવિવાર સાંજે ૪-૦૦ થી ૬-૦૦ કલાકે અને ગુરૂવારે સાંજે ૪-૦૦ થી ૬-૦૦ કલાકે ફ્રેન્ઝ પેટ્રોલ પંપની સામે, ફુટપાથની જગ્યા, એમ.જી.રોડ, પોરબંદર ખાતે પણ પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણની વ્યવસ્થાઓ કરવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે, આત્મા પ્રોજેક્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં વિવિધ જગ્યાએ પ્રાકૃતિક કૃષિની પેદાશોનો ખેડૂતોને યોગ્ય ભાવો મળી રહે અને સારી રીતે વેચાણ થઈ જાય તે માટેની વ્યવસ્થા ઊભી કરી છે જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ

