ચોમાસામાં નર્મદા ડેમની આજુબાજુ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. નર્મદા ડેમના ગેટ તબક્કા વાર 5,10,અને 15 ગેટ ખોલાયા પછી નર્મદા નદીમાં હાલ 3,86,000 ક્યુસેક પાણી નદીમાં છોડાતા મનોહર દ્રશ્ય જોવા પ્રવાસીઓ ઉમટયા છે. લીલા છમ જંગલો, સાતપુડા અને વિન્ધ્યાચલની ગિરીમાળા વચ્ચે નર્મદા ડેમ અનેસ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ નું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષિ રહ્યું છે.
ચોમાસાની સિઝનમાં વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ આ બંને પ્રવાસન સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે..

REPOTER : દીપક જગતાપ, રાજપીપલા


