અમરેલી જલ્લાના કુકાવાવના લુણીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ની સુચના મુજબ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો . બલદાણિયા ના માર્ગદર્શન હેઠળ લુણીધાર ગ્રામ પંચાયત સભ્ય શ્રી દિનેશભાઈ સરધારા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી NCD સ્ક્રીનીંગ નિદાન કેમ્પ નું ઉદઘાટન કરવામાં આવેલ.
જેમાં 30 વર્ષથી ઉપર ના લોકો નું બીપી, ડાયાબિટીસ,, મોંનું કેન્સર, સ્તન કેન્સર, ગર્ભાશય na કેન્સર ની તપાસ, તથા જરૂરી સારવાર ડૉ. દેવેન વ્યાસ દ્વારા આપવામાં આવેલ, આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધેલ, આ કેમ્પને સફળ બનાવવામાં સુપરવાઈઝર શ્રી પ્રફુલભાઈ ગજેરા, ગીતાબેન જોગાણી, લેબ. વર્ષાબેન ભુવા તથા ગામના આશા બેનો એ કેમ્પ ને સફળ બનાવવામાં સારી જહેમત ઉઠાવેલ…..
અહેવાલ : પ્રકાશ વઘાસિયા કુકાવાવ..


