મહેસાણાના વડનગરમાં સાબરમતી નદીમાં ફસાયેલા 7 લોકોનું એનડીઆરએફ અને ફાયર વિભાગે રેસ્કયું કર્યુ છે, વાગડી નજીક નદીમાં સ્થાનિકો ફસાયા હતા તેમને બચાવી લેવામાં આવ્યો છે, આજે વહેલી સવારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, મહત્વનું છે કે, ગઈકાલે અંધારૂ થતા સર્ચ ઓપરેશન અટકાવી દેવામાં આવ્યું હતુ અને આજે વહેલી સવારે સર્ચ ઓપરેશન પૂર્ણ કરાયું છે.
ગઈકાલે સાંજે મહેસાણાના વાગડી નજીક નદીમાં ફસાયેલા 7 લોકોનું રેસ્કયું કરવામાં આવ્યું છે અને તેમને બચાવી લેવામાં આવ્યા છે, NDRF અને ફાયર વિભાગએ 7 લોકોનું કર્યું રેસ્ક્યુ, ગઈકાલે સર્ચ દરમિયાન ફાયરની ટીમ તણાઈ હતી પણ તેમનો પણ બચાવ થયો છે, પ્રાંત અધિકારી, મામલતદાર, PI, PSI સહિતની ટીમ ઘટના સ્થળે હાજર હતી, મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.
મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક
મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે અને ડેમમાંથી પાણી સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, ડેમના 4 ગેટ 11 ફૂટ ખોલવામાં આવ્યા છે અને ડેમમાં 59,444 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, ડેમની જળસપાટી 620.53 ફૂટે પહોંચી છે અને ધરોઈ ડેમની કુલ જળ સપાટી 622 ફૂટ છે, નદી બે કાંઠે વહેતા રસ્તા પર પણ પાણી આવ્યું છે, અને સતલાસણાથી વડાલી જતો રોડ બંધ થયો છે સાથે સાથે સાબરમતી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.


