થરાદના દ્વારકાધીશ ગેસ્ટ હાઉસ ખાતે આજ રોજ થરાદ વેપારી મહામંડળની બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન મહામંડળના નવા હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. શહેરના વિવિધ વેપારી એસોસિયેશન માં સક્રિય વ્યાપારીઓને મંડળના જવાબદાર હોદાઓ સોંપવામાં આવ્યા છે.
નિયુક્ત થયેલ હોદેદારોની વિગતો નીચે મુજબ છે:
🔹 પ્રમુખ: નંદુભાઈ મહેશ્વરી
🔹 ઉપપ્રમુખો:
– ભાનજીભાઈ પટેલ (માર્કેટયાર્ડ)
– વસંતભાઈ ત્રિવેદી
– વર્ધાજી રાજપુત
– પ્રકાશભાઈ સોની
🔹 કારોબારી ચેરમેન: કનકસિંહ રાજપુત
🔹 મંત્રી: રણછોડભાઈ જોશી
🔹 સહમંત્રી: બરકતભાઈ રાઉમા
🔹 કોષાધ્યક્ષ: રમેશભાઈ ભણસાલી
કારોબારી સભ્યો તરીકે નીચેના સભ્યોની પસંદગી કરવામાં આવી:
શંકરભાઈ પ્રજાપતિ, હેતલભાઈ સોની, દિનેશભાઈ સોની, મનસુખલાલ રાઠોડ, દિનેશભાઈ નાઇ, નરેશભાઈ રાજપુત, શંભુભાઈ ભાટ, દુર્જન્સીંગજી, હરસેંગભાઈ મકવાણા, રફિકભાઈ મેમણ, તેજસભાઈ સોની, દિનેશભાઈ શનિવાળા, જીવરામભાઈ મહારાજ અને નીતિનભાઈ કંસારા.
નવી ટીમના હોદેદારોએ વેપારીઓના હિતમાં કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી અને થરાદના વેપાર જગતને એક નવી નવી દિશા આપવા માટે સમર્પિત પ્રયાસો કરવાની ભાવના વ્યક્ત કરી હતી.
અહેવાલ : પ્રધાનજી ઠાકોર


