VADODARA : ડભોઇ શહેરના અને તાલુકામાં રક્ષાબંધનના તહેવારોને લઇ રંગબેરંગી અને કલાત્મક દુકાનોમા રાખડીની અવનવી વેરાઈટી

0
85
meetarticle

ડભોઇ શહેરના અને તાલુકામાં ભાઈ-બહેનના પવિત્ર સામાજિક રક્ષાબંધનના તહેવારોનું પણ મહત્વ રક્ષાબંધનને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ડભોઈ બજારોમાં ભાઈ-બહેન ના અતૂટ પ્રેમ બંધનને સૂતરના તાંતણે બાંધતી રંગબેરંગી અને કલાત્મક રક્ષાઓની દુકાનો મંડાઈ ચુકી છે. જ્યાં સાત સમુંદર પાર રહેતા ભાઈઓ કે કિલોમીટરો દૂર રહેતા ભાઈઓને પોસ્ટના મધ્યમથી સમયસર રક્ષા પહોંચે એ હેતુથી વ્હાલા સોઈ બહેનો રક્ષા ખરીદેતી શ્રાવણ માસ એટલે તહેવારોનો પવિત્ર માસઆ મહિનામાં આવતો રક્ષાબંધન તહેવાર નિમિત્તે દુકાનદારોએ અવનવી રંગબેરંગી અને કલાત્મક રક્ષાઓ પોતાની દુકાનમાં લગાવતાં તેની ખરીદી કરવા માટે નીકળ્યા છે ચાલુ સાલે બજારોમાં આવેલી કલાત્મકરક્ષાઓ માં નાના ભૂલકાઓ માટે વિવિધ પ્રકારના આકર્ષક રંગબેરંગી પ્લાસ્ટિક રબર તો વળી વેલવેટ ના બનાવેલા કાર્ટૂનનો તો વળી વિવિધ પ્રકારના આવતા નાનકડા રમકડાની રક્ષાઓ મૂકવામાં આવી છે.

સીધી સાદી ઉનમાં અને સુતરના તાંતણાની વર્ષોથી ચાલી આવતી રક્ષાઓ અને તેમાં ક્યાંક તુલસી રુદ્રાક્ષ અને સુખડના બનાવાયેલા મણકાઓની રક્ષાઓ પણ ચાલુ સાલે બજારોમાં મૂકવામાં આવી છે. બહેનોના ભાઈઓ જે સાત સમુંદર પાર વિદેશોમાં રહેતાહોય કે કિલોમીટર દૂર ભારતમાં પ્રાંતોમાં વસતા હોય તો તેઓને સમયસર રક્ષા મળે તે હેતુથી રક્ષા પોસ્ટના માધ્યમથી કે આંગડીયા મારફત વહેલી મોકલવામાં આવે છે જ્યારે વેપારી ગુડ્ડુભાઈ નૂર મહંમદ મણિયાર જણાવ્યું હતું ક દર સાલ કરતા 20% નો વધારો જોવા મળી રહ્યો છે જળતરની રાખડી ભાભી રાખડી મોટુ પતલુ ના દરેક વેરાઈટીઓ બજારમાં વેચાઈ રહી છે…

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here