નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે ની બનાસકાંઠામાં બદલી થતા આજ રોજ નવનિયુકત પોલીસવડા સુશ્રી વિશાખા ડબરાલ એ ચાર્જ સંભાળ્યો હતો. વિશાખા ડબરાલ ને ગાર્ડ ઓફ ઓનર આપીને શુભેચ્છાઓ પાઠવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવનિયુકત પોલીસવડા સુશ્રી વિશાખા ડબરાલ એ મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે જે ગણેશ ચતુર્થી ના શુભ દિવસે આ ચાર્જ સંભાળતા ઘણા આનંદ ની લાગણી છે ,
જિલ્લાના તમામ ગણેશ પંડાલ અને જિલ્લામાં કાયદોઓ અને વ્યવસ્થા ના સુચારુ સંચાલન માટે હંમેશા તત્પર રહીશ અને આગામી દિવસોમાં ગણેશ વિસર્જન ના દિવસે પણ જિલ્લામાં ખાસ બંદોબસ્ત માટે નર્મદા પોલીસ સજ્જ છે.
જિલ્લાની કોઈ પણ વ્યકતી ને જયારે પણ કામ હોય ત્યારે એસપી કચેરી 24 કલાક ખુલી રહેશે.અને મને મળવા માટે પણ કોઈ પણ વ્યક્તિ આવી શકે છે.આ જિલ્લામાં આવી ને મને ખુબજ આંનદ થયો છે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા




