PAVIJETPUR : કદવાલ ગામે સરપંચ ઉપર મુકવામાં આવેલ સભ્યો દ્રાવરા અવિશ્વાસની દરખાસ્તનો આખરે નિકાલ..!સભ્યોની બહુમતીથી આખરે સરપંચ રુજલીબેન રાઠવા વિજેતા

0
61
meetarticle

વિસ્તરણ અધિકારીશ્રી તથા તલાટીશ્રીની હાજરીમા મતદાન આંગળી ઉંચી કરી અવિશ્વાસની દરખાસ્ત પર ટેકો આપી સરપંચ રૂજલીબેન ને સભ્યોઓ એ બહુમતી આપી ફરી સરપંચ તરીકે વિજેતા બનાવ્યા.


પાવી જેતપુર તાલુકાના કદવાલ ગ્રામ પંચાયત ઘણા સમયથી સરપંચ અને સભ્યો દ્વારા વિવાદમાં ચાલી રહી હતી તેવા કદવાલ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ રૂજલીબેન રાઠવા પર અવિશ્વાસની દરખાસ્ત સભ્યો દ્વારા મૂકવામાં આવી હતી જેને અવિશ્વાસની દરખાસ્ત ને કારણે આજે કદવાલ ગ્રામ પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી અને તલાટીની હાજરીમાં કદવાલ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં હાલ ચાલુ સરપંચને સાત સભ્યો અને બીજી તરફ આઠ સભ્યોએ ટેકો જાહેર કરીયો હતો તેમાં ઉપસ્થિત અધિકારીએહાલ ચાલુ સરપંચ રુજલીબેન રાઠવાને વિજેતા જાહેર કર્યા હતા .

ત્યારબાદ વિવાદમાં ચાલતી કદવાલ ગ્રામ પંચાયત માં સન્નાટો છવાય ગયો હતો ત્યારબાદ કદવાલ જુથ ગ્રામ પંચાયત ના અવિશ્વાસનો ઠરાવ મુકનાર સભ્યો દ્વારા સરપંચ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને સભ્યો દ્વારા આગળ જિલ્લા સુધી રજૂઆત કરવામાં આવશે તેમ સભ્યોએ જણાવ્યું હતું અને કદવાલ પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.કદવાલ પોલીસ ના ચુત બંદોબસ્ત સાથે આ ચૂંટણી યોજાઈ હતી…

રિપોર્ટર : ઈરફાન મકરાણી કદવાલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here