GUJARAT : ભરૂચની આંગણવાડી બહેનોને પંજાબથી ન્યૂડ વીડિયો કોલ, સાયબર ક્રાઈમમાં ફરિયાદ

0
46
meetarticle

ભરૂચ જિલ્લામાં આંગણવાડીની લગભગ ૪૦ જેટલી બહેનોને છેલ્લા એક સપ્તાહથી એક અજાણ્યા નંબર પરથી અશ્લીલ વીડિયો કોલ આવતા તેમને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે પીડિત મહિલાઓ અને આંગણવાડી સંઘટન પ્રમુખે ભરૂચ સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે.


જે નંબર પરથી ફોન આવી રહ્યા છે, તે પંજાબનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ કોલ આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા ICDS નંબર પર કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના ફોન આવવાથી કેટલીક મહિલાઓના ઘરમાં ગૃહકલેશ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે.
આંગણવાડી બહેનોએ સાયબર ક્રાઈમ વિભાગને વિનંતી કરી છે કે આવા માનસિક વિકૃત વ્યક્તિને વહેલી તકે પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

REPOTER : કેતન મહેતા, ભરૂચ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here