નર્મદા જિલ્લાના સાગબારા ખાતે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અન્નત પટેલ દ્વારા આદિવાસી સમાજના સમર્થનમાં ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આદિવાસી સમાજ ની જળ,જંગલ અને જમીન બાબતે ,ખેડૂતો ને ખાતર માટે પડતી મુશ્કેલી બાબતે અને સમાજ ના પ્રમાણપત્રો સમયસર મળતા નથી તે બાબતે સાગબારા ચાર રસ્તા થી રેલી કાઢી ને સાગબારા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું.જોકે સાગબારા ના મામલતદાર એ પોતાની ઓફીસ થી બહાર આવી ને આવેદનપત્ર સ્વીકાર્યું હતું અને સરકાર માં વાત પહોંચાડવાની વાત પણ કરી છે
ભાજપ ના ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ મંત્રી નરેશ પટેલ એ તાપી પાર રિવરલિંક પ્રોજેકટ બાબતે અન્નત પટેલ પર આક્ષેપ કર્યો કે આદિવાસી સમાજ ને ગેર માર્ગે દોરે છે જે બાબતે અનંત પટેલ એ કહ્યું કે 14 તારીખે અમે ધરમપુર ખાતે મહારેલી નું આયોજન કર્યું છે ત્યાં આવી ને નરેશ પટેલ સમાજ ને યોગ્ય માર્ગદર્શન કરે જોકે આ પ્રોજેકટ બાબતે અન્નત પટેલ એ કહ્યું કે જો નરેશ પટેલ કહે છે કે આ પ્રોજેકટ રદ કર્યો છે તો પછી હાલ માં જ ભાજપ ના કેન્દ્રીય મંત્રી એ ડી પી આર મુક્યો છે તે પેહલા નરેશ પટેલ જોય લે પછી વાત કરે
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા



