ઓડિશાનું સુપ્રસિદ્ધ ધામ જગન્નાથ મંદિરના મહાપ્રસાદના ઓનલાઇન વેચાણને લઇને કેટલાક સંગઠનો દ્વારા મંદિર પ્રશાસનને અનુરોધ કરાયો હતો જેને નામંજૂર કરી દેવાયો છે.
કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને કહ્યું કે પુરી મંદિરનો મહાપ્રસાદ અને સુકા પ્રસાદને ઓનલાઇન દ્વારા ક્ષદ્ધાળુઓ સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો જેને રાજ્યસરકારે નામંજૂર કરી દીધો છે.
શું બોલ્યા કાયદા મંત્રી ?
કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને કહ્યું કે વિશ્વભરના ભક્તોને પ્રસાદ પહોંચાડવાનો વિચાર સારો હતો, પરંતુ સરકાર અને શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને પ્રસાદની શુદ્ધતા જાળવવા માટે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું કે અમને ડર છે કે જો આ રીતે ભક્તોને મહાપ્રસાદ પહોંચાડવામાં આવે તો તેની શુદ્ધતા જળવાઈ રહેશે કે નહીં તે ખબર નથી. મહાપ્રસાદનું ધાર્મિક મહત્વ ખૂબ ઊંડું છે અને તેને આદર સાથે રાખવું જોઈએ. પરંપરાગત રીતે તે ફક્ત મંદિર પરિસરમાં જ વેચાય છે અને જો તે ઓનલાઈન વેચાય છે તો તેની શુદ્ધતા સાથે ચેડા થઈ શકે છે.
કેમ ના પાડી ઓનલાઇન વેચાણ માટે?
પૃથ્વીરાજ હરિચંદને કહ્યું કે સરકાર આવી કોઈ પહેલને સમર્થન આપતી નથી કે પ્રોત્સાહન આપતી નથી. ન તો અમારી પાસે આવી કોઈ દરખાસ્ત છે અને ન તો અમે કોઈને ઓનલાઈન મહાપ્રસાદ વેચવા માટે પ્રોત્સાહન આપીશું. કાયદા મંત્રીએ ભક્તોને મહાપ્રસાદ લેવા અને દેવતાઓના આશીર્વાદ લેવા માટે પુરી જગન્નાથ મંદિરમાં આવવા અપીલ કરી છે.
કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે ભગવાન જગન્નાથના મહાપ્રસાદનું પરવાનગી વિના ઓનલાઈન વેચાણ થવાનો આરોપ હતો. હવે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વિશ્વભરના ભક્તોને પ્રસાદ પહોંચાડવો એ એક સારો વિચાર હતો, પરંતુ સરકાર અને શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્રે પ્રસાદની શુદ્ધતા જાળવવા માટે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો અને આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને કે સરકારનો પણ મહાપ્રસાદના ઓનલાઈન વેચાણને ટેકો આપવાનો કોઈ ઈરાદો નથી.


