પાવી જેતપુર તાલુકા ની પીએમ શ્રી કદવાલ ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે આજરોજ શિક્ષક દિન ની રગેચંગે ઉજવણી કરવા માં આવી હતી જેમાં શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ રજુ કયો હતો જે વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી તેઓએ પોતાના પ્રતિભાવો માં શિક્ષક નો આદર કરવો દરરોજ શાળા માં નિયમિતતા મુજબ સ્વછતા રાખવી અને જયારે શિક્ષકો અભ્યાસ કરાવે તો એકાગ્રતાથી અભ્યાસ કરવો તમામ વિદ્યાર્થી ઓ ને અનુરોધ કર્યો હતો
રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકનું વિશેષ મહત્વ રહેલું છે.
શિક્ષકના વ્યવસાય પ્રત્યે વિદ્યાર્થીઓમાં ગૌરવની લાગણીની અનુભૂતિ થાય તથા વર્ગખંડ શિક્ષણ કાર્યનો પ્રત્યક્ષ અનુભવ શાળા અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓમાં મળી રહે તે હેતુથી આજરોજ તારીખ 4 9 2025 ના રોજ પીએમ શ્રી કદવાલ ગ્રુપ પ્રાથમિક શાળામાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું જેમાં 100 બાળકોએ શિક્ષક તરીકે ભાગ લઈને શિક્ષણ કાર્ય કરાવ્યું શાળાના આચાર્ય તરીકે મકરાણી નાજમીન બાનુ મહંમદ યુનુસ સે શાળામાં સંચાલન કર્યું કર્યું હતું શાળાના સ્ટાફ તરફથી તમામ બાળકોને પ્રીતિ ભોજન આપવામાં આવ્યું ભાગ લેનાર તમામ શિક્ષકોને શાળાના આચાર્યશ્રી રણજીતસિંહ બારીયાએ આજના જે શિક્ષકો છે તે ભવિષ્યમાં શિક્ષક જ બને તેવી શુભેચ્છાઓ આપી કાર્યકરની પૂર્ણાહુતિ કરવામાં આવી.
REPORTER : ઈરફાન મકરાણી કદવાલ



