ભરૂચ જિલ્લામાં કોરોનાનો ફરી એકવાર પગપેસારો થતાં ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વરના માટીએડ ગામે 60 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી નિધન થયું હોવાનું સામે આવ્યું છે. નરેશ પ્રજાપતિ નામના આ વૃદ્ધને ગત 12મી ઑગસ્ટના રોજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ચાર દિવસની ટૂંકી સારવાર બાદ 17મી ઑગસ્ટના રોજ તેમનું દુઃખદ નિધન થયું હતું. કોરોના પ્રોટોકોલ પ્રમાણે, વૃદ્ધના મૃતદેહના અંતિમ સંસ્કાર કોવિડ સ્મશાનમાં કરવામાં આવ્યા હતા.
આ ઘટનાથી ભરૂચ જિલ્લામાં ફરી એકવાર કોરોનાનો ભય ફેલાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ જરૂરી સાવચેતીનાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે. સ્થાનિકોને પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.


