ખાનગી યુનિવર્સિટી ખાતે રોડ સેફ્ટી અંતર્ગત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 80થી વધુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી જરૂરી માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.
આરટીઓ ઇન્સ્પેક્ટર એસ.પી. સુથાર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર કે .પી. જીયાણી દ્વારા પ્રેઝન્ટેશન થકી રોડ સેફટીને લગતી માહિતી તેમજ માગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. જેમાં હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરવા, વળાંક વખતે અથવા લાઈન ચેન્જ કરતા સમયે સાઈડ લાઈટનો ઉપયોગ કરવા, બ્રેકની ચોકસાઈ અંગે, બે વાહન વચ્ચે અંતર જાળવવા, થાક અથવા અપૂરતી ઊંઘ ડ્રાઇવિંગ માટે જોખમી, સગીર વયે ડ્રાઇવિંગના કાયદાની જોગવાઈ સહિતની બાબતો અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી માર્ગદર્શન આપ્યું હતું. આજે અકસ્માતમાં અનેક વ્યક્તિઓ જીવ ગુમાવી રહી છે, છતાં ટ્રાફિક નિયમો દરેક લોકો ફોલો કરતા નથી


