છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષથાને આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાએ ઓરીએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં જિલ્લામાં નિમણૂક કરેલ અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓને અભિયાનથી અવગત કરાવવા તથા તેમણે કરવાની થતી કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. વર્કશોપમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ઉપસ્થિત સૌએ સપથ લીધા હતા. ભારત સરકાર દ્વારા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA) ના ભાગરૂપે AadiKarmyogi- Responsive Govermance Programme જાહેર કરવામાં આવ્યો છે. Responsive Governance માટે રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ જોડાયેલ વહીવટી વિભાગ અને લોકોને ભાગીદાર બનાવવાની છે.
મદદનીશ કલેકટર સુશ્રી મુસ્કાન ડાગર, ડીસ્ટ્રીક્ટ માસ્ટર ટ્રેનર (DMT) તમામ, બ્લોક નોડલ ઓફીસર, અને તા.વિ.અધિકારીશ્રી, બ્લોક માસ્ટર ટ્રેનર (BMT) શ્રોફ ફાઉન્ડેશન, કલાલી, વડોદરા અને દીપક ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર: સોહેલ પઠાણ છોટાઉદેપુર



