ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનના હાડકા ખોખરા કરી નાખ્યા હોવા છતાં પણ હજું પણ પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સ્વતંત્રતા દિવસે પાકિસ્તાનની જીતનું જુઠ્ઠાણુ ચલાવી રાખ્યું હતું તેમણે કહ્યું કે પાકિસ્તાને ચાર દિવસમાં સંઘર્ષ દરમિયાન ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.
શહબાઝે પાકિસ્તાનના લોકોને શુભકામના આપવા માટે એક્સ પર પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે હું પાકિસ્તાનની આઝાદીના 78 વર્ષ પુર્ણ થવા બદલ શુભકામનાઓ પાઠવું છું.
શહબાઝે પોસ્ટમાં લખ્યું
શહબાઝે પોસ્ટમાં લખ્યું હતું કે હું રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી જિન્ના અને અલ્લામા મોહમ્મદ ઈકબાલને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, જેમણે દેશના અન્ય નેતાઓ અને કાર્યકરો સાથે મળીને પાકિસ્તાન માટે લડત લડી અને અસંભવ સપનાને સાકાર કર્યું.”
ભારત સાથે થયેલા સંઘર્ષ અંગે શહબાઝનું નિવેદન
શહબાઝ શરીફે ભારત સામે જુઠ્ઠાણું ચલાવ્યુ હતું. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલો સંઘર્ષ ભારતે થોપ્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતે અમારી પર યુદ્ધ લાદ્યું હતું, પણ પાકિસ્તાને ઐતિહાસિક જીત હાંસલ કરી. આ જીતે ન કેવળ આપણી અમારી આઝાદીની પવિત્રતાને મજબૂત બનાવી અને લોકોમાં દેશભક્તિની લાગણી ઊભી કરી – જેના કારણે આ સ્વતંત્રતા દિવસ વધુ ગૌરવભર્યો બની ગયો છે.”
ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
શહબાઝે વધુમાં કહ્યું કે અલ્લાહના કરમથી અમારા શૂરવીર સૈનિકોએ પોતાની શાન જાળવી રાખી અને દુશ્મનના ઘમંડને નષ્ટ કરી દીધો. આપણા જવાનોએ દુશ્મનને ઘૂંટણ ટેકવા મજબૂર કરી દીધો. જે શહીદોએ દેશ માટે બલિદાન આપ્યું, તેમને શ્રદ્ધાંજલિ છે.”
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની થઇ હતી કારમી હાર
ભારત તરફથી શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ પહેલગામના આતંકી હુમલાનો બદલો લેવાનો હતો. ભારત દ્વારા આ ઓપરેશનમાં 9થી વધુ આતંકી ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાને ત્યારબાદ ભારતના નાગરિક વિસ્તારો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પણ ભારતીય સેનાએ તમામ પ્રયત્નો નિષ્ફળ બનાવ્યા.
શહબાઝ શરીફે ખોટા દાવા કર્યા
પાકિસ્તાન હકીકતનો સ્વીકાર કરવા તૈયાર નથી અને શહબાઝ શરીફે ખોટા દાવા કરીને પોતાના લોકોમાં જૂઠી આશા જગાવવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન ભારતે આંતકવાદ સામે સ્પષ્ટ અને દૃઢ વલણ દાખવીને દુનિયાને સંદેશ આપ્યો છે કે તે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવશે.


