પાકિસ્તાન તરફથી લગાતાર કરવામાં આવી રહેલા ભારત વિરોધી નિવેદનો અંગે ભારતે પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તેણે કોઈ પણ પ્રકારનું ખોટુ પગલું ભર્યું તો તેને દર્દનાક અને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
વિદેશ મંત્રાલયનો પાકિસ્તાનને જવાબ
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાનના આવા નિવેદનો કોઈ નવી વાત નથી. આવા નિવેદનોનો હેતુ માત્ર ભારત વિરુદ્ધ વાતાવરણ ઉભું કરવું અને પાકિસ્તાનની પોતાની નિષ્ફળતામાંથી લોકોનું ધ્યાન ભટકાવાનો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલનું નિવેદન
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે, ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે સતત પાકિસ્તાન તરફથી ભારત વિરોધી નિવેદનો સાંભળી રહ્યા છીએ. જે યુદ્ધ ભડકાવનારા અને ભારત વિરોધી નિવેદનો જોઈ રહ્યા છીએ. પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે પાકિસ્તાનનું નેતૃત્વ વારંવાર ભારત વિરોધી વાતો કરે છે. અમે પાકિસ્તાનને સલાહ આપીશું કે આવા નિવેદનો પર અંકુશ રાખે. જો કોઈ પણ દુસાહસ કરાશે, તો તેનું પરિણામ ખૂબ જ દુઃખદ અને ગંભીર થશે.


