પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં હાલોલ-શામળાજી સ્ટેટ હાઈવે માર્ગ પસાર થાય છે.આ રોડની આસપાસ રહેલા દબાણો દુર કરવાની કામગીરી શરુ કરવામા આવી છે. બસ સ્ટેશન વિસ્તારથી અણિયાદ ચોકડી સુધીના દબાણો દુર કરવાની કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામા આવી હતી. આ પહેલા દબાણકારોને નોટીસ આપવામા આવી હતી.કેટલાક દબાણકારોએ સ્વૈચ્છાએ દબાણ દુર કર્યુ હતુ .જેમા પતરાના સેડ,અને પાકા ઓટલા,દિવાલો તોડી પાડવામા આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

શહેરા નગરમાં હાલોલ-શામળાજી હાઈવે પરના આસપાસના દબાણો હટાવવા માટે નાના મોટા દબાણકારોને નોટીસ આપવામા આવી હતી. જેના ભાગ રુપે મંગળવારે સવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીન વડે દબાણો હટાવાની કામગીરી શરુ કરવામા આવી હતી. હાઈવેની બંને બાજુ દિન-પ્રતિદિન વધતા દબાણોને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી. પાકા ઓટલા, પતરાના શેડ સહિતના અનેક દબાણો ઊભા થવાથી ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. બસ સ્ટેશન, સિંધી ચોકડી, અણીયાદ ચોકડી અને માર્કેટિંગ યાર્ડ સુધી હાઈવેની બંને બાજુના દબાણો દુર કરવામા આવ્યા હતા. કેટલાક દુકાનદારોએ સ્વેચ્છાએ દુકાનની બહાર લગાવેલા પતરાના શેડ દૂર કર્યા હતા. પ્રાંત અધિકારી જી.એસ.આર.ડી.સી.ના અધિકારીઓ, શહેરાનગર પાલિકાની ટીમ, કલ્યાણ કંપનીના મેનેજર અને શહેરા મામલતદાર, અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કાર્યવાહી કરાઈ હતી. આ મામલે ફાલ્ગુન પંચાલ- પ્રાન્ત અધિકારી,શહેરા એ મિડિયાને જણાવ્યુ હતુ કે શહેરા નગર પાલિકા વિસ્તારમાં ગોધરાથી લુણાવાડા તરફ જતા જીએસઆરડીસીનો જે મુખ્ય હાલોલ –શામળાજી હાઈવે માર્ગ છે. જેની આસપાસ સેવાસદન થી અણિયાદ ચોકડી સુધી ની અંદર લારી ગલ્લા અને વાહનોના પાર્કિગના લીધે,તેમજ દુકાન દારો દ્વારા બનાવામા આવેલા કાચા સેડ વગેરે બનાવી લીધેલુ હોવાના લીધે ટ્રાફિકની સમસ્યા ખુબ થઈ રહી હતી.આથી જીએસઆરડીસીનુ સંકલન કરીને ત્રણ વખત નોટીસ આપવામા આવી હતી. દબાણો હટાવામા ન આવ્યા. તેથી જીઆરડીસીના અધિકારી સાથે રહીને પાલિકાની ટીમ ,પોલીસના બંદોબસ્ત સાથે બંદોબસ્ત દબાણો હટાવાઈ રહ્યા છે. બે દિવસ આ કામગીરી પુરી કરીને ટ્રાફિક નિયમનની વ્યવસ્થાપન કરીશુ.

