પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખટકપુર અને મેરાની મુવાડી ગામના યુવાનો ભારતીય આર્મીમાંથી તાલીમ મેળવીને પરત આવતા શહેરા બસ સ્ટેશન ખાતે પરિવારજનો તેમજ ગ્રામજનો દ્વારા ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. અને ખુલ્લી જીપમાં બેસીને માદરે વતન પહોચ્યા હતા. ડી.જે પર દેશભક્તિના ગીતો વાગતા માહોલ દેશભક્તિમય બન્યો હતો.

ગુજરાતમાંથી મોટી સંખ્યામા યુવાવર્ગ હવે ભારતીયસેનામાં જોડાઈ દેશની સેવા કરી રહ્યો છે.અને ભારતીય સેનાની વિવિધ પાંખમા પણ સેવા આપી રહ્યો છે. અને ગુજરાત રાજ્ય તેમજ જીલ્લાનુ પણ ગૌરવ વધારી રહ્યો છે. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મેરાની મુવાડી અને ખટકપુર ગામના યુવાનાઓએ ભારતીય સેનામાં પસંદગી પામ્યા છે.ત્યારબાદ તેમની તાલીમ પણ પુર્ણ થઈ છે. તાલીમ પુર્ણ થયા બાદ તેઓ માદરે વતન પંચમહાલ ખાતે આવ્યા હતા. મેરાની મુવાડી ગામના કમલેશભાઈ બારિયા અને ખટકપુર ગામના કિરણભાઈ ખાંટ ભારતીય આર્મી સેનામાં તાલીમ પુર્ણ કરી છે. શહેરા બસ સ્ટેશન ખાતે તેઓ આવતા પરિવારજનો તેમજ ગ્રામજનોએ તેમનુ ભવ્ય સ્વાગત કર્યુ હતુ. યુવા જવાનોને ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યુ હતુ. આર્મીમેન કમલેશ બારિયા આવતા તેમના પરિવાર જનો પણ ભેટી પડ્યા હતા. પોતાનો વ્હાલસોયો દિકરો દેશનીસેવા કરશે તેની ખુશીમાંથી હર્ષના આંસુ આવી ગયા હતા .ઉપસ્થિત અન્ય લોકોની પણ આંખો ભીની થઈ ગઈ હતી. આર્મીમેન કિરણભાઈ ખાંટનુ પણ પરિવારજનો,તેમજ ગામના નાના મોટા વડીલોએ, યુવાનોએ પણ ભવ્ય સ્વાગત કર્યુ હતુ. ખુલ્લી ગાડીમાં તેઓ ડી.જે પર દેશ ભક્તિના ગીતોના માહોલ વચ્ચે પોતાના માદરે વતન પહોચ્યા હતા. સ્વાગત કરવા આવેલા પરિવારજનો તિંરંગા લઈને આવતા દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો. શહેરાનગર વાસીઓએ પણ આર્મીજવાનોનુ ભવ્ય સ્વાગત કર્યુ હતુ.

