PANCHMAHAL : ૩૬ કલાકની કામગીરી બાદ પાનમ ડેમના ગેટનું લીકેજ અંતે બંધ કરાયું

0
35
meetarticle

પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં આવેલા અને ૧૯૭૭-૭૮માં બંધાયેલા પાનમ ડેમના એક ગેટની આગળના ભાગે લીકેજ સર્જાતા તાત્કાલિક તંત્રે રિપેરિંગ કામ શરૃ કર્યું હતું. ૩૬ કલાકની જહેમત બાદ મરામતની કામગીરી પૂર્ણ થતા તંત્રે રાહત અનુભવી હતી.

ડેમના બે નંબરના ગેટમાં ડાબી બાજુ રબર સીલમાં ગઇકાલે લીકેજ થયાનું સામે આવ્યું હતું. જેથી પાનમ યોજના વર્તુળ વિભાગ અને સિંચાઇ યાંત્રિક વિભાગ-૧ વડોદરાના અધિકારીઓ કામે લાગ્યા હતા. 

લીકેજ થયેલી જગ્યાએથી પાણીનો પ્રવાહ વધે નહીં તે માટે પ્રાથમિક તબક્કે વેસ્ટ કોટન મુકાવી લીકેજ થતું પાણી ઓછું કર્યું હતું, ત્યારબાદ રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બે નંબરના ગેટની આગળના સ્ટોપલોગ મૂકવાનું ચાલુ કર્યું હતું. આ કામગીરી આશરે ૩૬ કલાક ચાલી હતી. ગઇકાલે ડેમના ગેટમાં લીકેજ થવાને પગલે નદી કાંઠા વિસ્તારમાં આવેલ ગામોના રહીશો ભયભીત થઇ ગયા હતા. આ ડેમના ૧૦ ગેટ છે. તે તમામ બદલવાના છે. અગાઉ બે ગેટ બદલી નાખ્યા છે. બાકીના ૮ ગેટ હવે બદલવામાં આવશે. જેમાં બે નંબરનો ગેટ હવે બદલવામાં આવશે. પાનમ ડેમમાં હાલ પાણીનું લેવલ ૧૨૭.૩૫ મીટર છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here