PATAN : 5 વાહનોની એકબીજા સાથે ટક્કર, બેના મોત, અનેક ઈજાગ્રસ્ત

0
53
meetarticle

પાટણ જિલ્લાના રાધનપુર નજીક રવિવાર (પાંચમી ઓક્ટોબર) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સાથે પાંચ વાહનો ટકરાયા હતા. આ ભયાનક અકસ્માતમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે, જ્યારે અનેક ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના રાધનપુરના મોટી પીપળી ગામ નજીક બની હતી. આ અકસ્માત એક ટ્રેલર, બે બાઇક, એક જીપ અને એક બોલેરો પિકઅપ એમ કુલ પાંચ વાહનો વચ્ચે સર્જાયો હતો. આ પાંચેય વાહનો ટકરાતા ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી કરી હતી અને મૃતદેહોનો કબજો મેળવ્યો હતો. હાલમાં પોલીસે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here