પાવી જેતપુર તાલુકા ના કદવાલ પોલીસ સ્ટૅશન ખાતે આવનાર તહેવારો ને દયાન માં રાખી ને શાંતિ સમિતિ ની મિટિંગ યોજાઈ હતી આ મિટિંગ નુ અઘ્યક્ષસ્થાન ને કદવાલ પોલીસ સ્ટેશન ના પી એસ આઇ કે. કે. પરમારએ સભાળ્યું હતુ
માહિતી મુજબ કદવાલ પોલીસ સ્ટેશન ની હદમાં આવતા ગામોના આગેવાનો ગણપતિ મંડળના આયોજકો તથા મુસ્લિમ સમાજ ના આગેવાનો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા આવનારા ગણપતિ વિસર્જન અને ઈદ એ મિલાદુન્નબી ના તહેવારો ને લઇ ને પોલીસ તત્ર એ સૌ સાથે ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શિકા આપી હતી
પી એસ આઇ પરમાર દ્રારા સ્પષ્ટ સૂચના આપવવામાં આવી હતી કે તહેવારો ના દિવસે ટાફીક ની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મંડળો એ સહકાર આપવો ડી જે અથવા સાઉન્ડ સિસ્ટમ પર કોઈપણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવા ગીતો ન વગાડવા ગણપતિ વિસર્જન વખતે નાના બાળકો નદી કિનારે કે ઉંડા પાણી નજીક ન જાય તેનું ખાસ દયાન રાખવું ભાઈચારા અને સૌહૃદપૂણ વાતાવરણ માં બંને તહેવારો ઉજવવામાં આવે તે માટે સહયોગ આપવો પોલીસ દ્રારા ઉપસ્થિત આગેવાનોને અપીલ કરવામાં આવી કે દરેક ગામો માં શાંતિ અને સુરક્ષા જાળવવામાં સૌનો સહકાર જરૂરી છે
આ રીતે કદવાલ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી શાંતિ સમિતિ ની મિટિંગ સફળતાપૂર્વક પૂણ થઈ હતી…
રિપોર્ટર.. ઈરફાન મકરાણી કદવાલ




