ડભોઇ શિનોર ચોકડી થી નાનોદી ભાગોળ સુધી રેતી કપચી થી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જ્યારે ડભોઇ શહેરમાં નગરપાલિકા દ્વારા ખાડા પૂરવામાં મોટી કપચી ના કારણે ગામમાં પણ લોકો પરેશાન ડભોઇ નગરપાલિકા તંત્ર દ્વારા જાગૃક્તા દાખવાય તે જરૂરી શિનોર ચોકડી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર રેતી કપચી રાહદારીઓને વાહન ચાલકો પરેશાન શ્રાવણ માસમાં રસ્તે પગપાળા જતાં કાવડયાત્રીઓને ભારે હાડમારી શિનોર ચોકડી થી માર્ગ પર કપચી – મેટલના માર્ગ પર રેતી ઓ રોડ પર વેરી જતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન થઈ ગયા છે.
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કાવડયાત્રીઓ શિવ મંદિરોમાં પદયાત્રા કરી પહોંચતા હોય તેઓને પગમા કપચીઓ વાગતાં તેઓ પરેશાન થાય છે આ ઉપરાંત જાહેર માર્ગ પર રેતી વેરાતી રહેતી હોઈ વાહનો સ્લીપ થવાના તેમજ વાહનોના ટાયરોમાં પંચર થવાના બનાવો બને છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી રસ્તાની પર ડભોઇ નગરપાલિકાના પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું તે પૂરા બાદ રેતી કપચી સમગ્ર રોડ પર જોવા મળી રહી છે
ડભોઇ પૌરાણિક શિવ તેમજ અન્ય મંદિરોમાં હિંડોળા ચાલતા હોય દર્શનાર્થીઓનો ઘસારો રહે છે. ચાંદોદ ખાતેથી પવિત્ર નર્મદા જળ લઈ ડભોઈ વડોદરા અમદાવાદ વિભાગમાંથી કાવડયાત્રીઓ પદયાત્રા દ્વારા નર્મદા જળ લઈ પ્રસ્થાન કરી શિવજીને જળાભિષેક કરી ધન્યતા અનુભવ છે આ અંગે સ્થાનિક લાગતી વળગતી ડભોઇ નગરપાલિકા તેમજ લાગતું વળગતું વહીવટ તંત્ર જાગૃક્તા ક્યારે દાખવશે તે એક યક્ષપ્રશ્ન ઉઠ્યો છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


