ભરૂચમાં વાલિયામાં કરન્ટ લાગતા 2 લોકોના મોત થયાની ઘટના સામે આવી છે. ખેતરમાં મુકેલા ઈલેક્ટ્રિક ઝટકા મશીનના તારથી કરન્ટ લાગતા 2 લોકોના મોત નિપજ્યા હતા. ગુંદિયા ગામમાં યુવક અને યુવતીનું કરન્ટ લાગતા મોત થયું હતું. મૃતક પ્રવિણ વસાવા GRDમાં સેવા બજાવતો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
વાલિયાના ગુંદિયા ગામની સીમમાં ખેતરમાં લગાડવામાં આવેલ વીજ તારથી બે લોકોના મોત થયા છે. ખેતર માલિકે જંગલી પશુઓથી પાકને બચાવવા વીજ કરંટવાળા તાર લગાવ્યા હતા. તે જ તાર તેમના મોતનું કારણ બન્યા હતા. ગામના સવિતા વસાવા અને પ્રવિણ વસાવા ભૂલથી તારને અડી જતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. મૃતક પ્રવિણ વસાવા વાલિયા પોલીસ મથકે ગ્રામ રક્ષક દળમાં સેવા બજાવતો હતો. વાલિયા પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી, ત્યારબાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બંને ના મોતથી ગામમાં શોકની લાગણી પ્રસરી
પોલીસે આ ઘટના અંગ અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી. ખેતરમાં લગાવવામાં આવેલા ઝટકા મશીનથી પરિવારના બંને સભ્યોના આકસ્મિક મૃત્યુથી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.


