1998 માં સ્થાપિત રોહિત સમાજ ની ભગીની સંસ્થા જેના 25 વર્ષ કાર્યરત સંસ્થાની સામાન્ય સભામા પ્રમુખ, મહામંત્રી સહિત વિવિધ હોદેદારો ની બિન હરીફ વરણી કરાતા સમાજના લોકો માં ખુશી જોવા મળી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વડગામ દાંતા અમીરગઢ સહિત ચાર તાલુકાના રોહિત સમાજની નવ સર્જન સંસ્થાને મળ્યા દાનવીર, સમાજના દીધદ્રષ્ટા નવ યુવાન પ્રમુખ શ્રી વસંતભાઈ આકેડીવાલા તો સમાજના લોકો એ પ્રમુખ વસંતભાઈ આકેડીવાલા ની બિનહરિફ વરણી કરતાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ સહિતના રોહિત સમાજ માં હર્ષની લાગણી છવાઈ..
સમાજના લોકો વસંતભાઈ આકેડીવાળા ની નવ સર્જન સંસ્થાના બિનહરીફ પ્રમુખ બનતાં ઉપસ્થિત સમાજના લોકો એ ફૂલહાર પહેરાવીને મોં મીઠું કરાવી વધાવી લીધા.
બનાસકાંઠા જિલ્લાના નવ સર્જન સંસ્થાના નવ નિયુક્ત પ્રમુખે સમાજને નવી દિશાનો રાહ ચીંધવા આ પહેલા 2 કરોડ ની માતબર રકમ ના દાનવીર બન્યા હતા. સમાજને આગળ ધપાવવા ની નેમ સાથે નવ સર્જન સંસ્થાના નવ નિયુક્ત પ્રમુખે સમાજ ના બાળકો માટે શૈક્ષણિક સંકુલ નું સર્જન કરવા તન મન ધન થી સમાજની સેવા કરવા અડીખમ ઊભો રહીશ સમાજ નો દિકરો બની સમાજ માટે કામ કરીશ.. પ્રમુખ શ્રી વસંતભાઈ આકેડીવાલા
1998 માં સ્થાપિત બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાના રોહિત સમાજ ની ભગીની સંસ્થા દ્વારા સમાજના અનેક સેવાકીય પ્રવૃતિઓ થી સમાજને જાગૃત કરવામાં આવ્યા છે. ત્યારે સમૂહ લગ્નોત્સવ સહિત, સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ ના સન્માનિત કાર્યક્રમ, upsc, GPSC, સહિત વિવિઘ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ સહિત ની સમાજ ઉપયોગી માહિતી પ્રવૃતિઓ થકી સમાજ અને સમાજના બાળકોને પ્રો્સાહિત કરવામાં આવ્યા હતા.. ત્યારે નવ સર્જન સંસ્થા ના વર્ષ 2025 ના વર્ષ ની સામાન્ય સભામાં ની કારોબારી બેઠક માં પ્રમુખ તરીકે શ્રી વસંતભાઈ એકડીવાલા, મહામંત્રી તરીકે ખુશાલભાઈ જગાણીયા સહિત સંસ્થાના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, દાંતા,અમીરગઢ સહિત ચાર તાલુકાના નવ જલાના રોહિત સમાજના લોકોમાં ખુબ આનંદ ની ખુશી જોવા મળી હતી
પ્રતિનિધિ : દિપક પુરબીયા


