ડભોઇ ને દર્ભાવતી ગંદુ નગર જોવા મળી રહ્યું છે… ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો ને ઇદગાહ સહિતના વિસ્તારના લોકો ઉભરાતી ગટરના ગંદા પાણીથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમનો પ્રશ્નનો નિકાલ આવતો નથી ડભોઇ રેલવે ફાટક બહારનું વિસ્તાર ઇદગાહવિસ્તાર વસાઈ વાલી જીન સોનેશ્વર પાર્ક અને દેસાઈ યાર્ડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોથી લોકો હેરાન પરેશાન થઈ ત્રાહિમામ પુકારી ગયા છે..
. ડભોઇ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ એનો નિકાલ કરતા નથી ડભોઇ રેલ્વે ફાટક બહાર વિસ્તારના ચાર એરિયામાં લોકો તાહિમામ પુકારી ઊઠ્યા છે ગટરના ગંદા પાણીથી દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ રહી છે જેના કારણે આ વિસ્તારમાં કોલેરો ફાટી નીકળે તેવી દહેશત અને દુર્ગંધથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે ડભોઇ નગરપાલિકામાં રજૂઆત કરી કરીને લોકોના ચંપલ પણ ઘસાઈ ગયા છે અને આ વિસ્તારના કોર્પોરેટરો પણ રજૂઆત કરીને થાકી ગયા છતાં પણ કોઈ જ તેનું નિરાકરણ આવતું નથી નગરપાલિકા ખાતે સમયસર વેરો ભરતા હોય છે છતાં પણ હાલમાં નાના બાળકો બીમાર પડી ગયા છે… લોકો રોજ કમાઈને ખાવા વાળા માણસ દવા કરીએ કે કામ ધંધે જઈએ એટલો ખતરનાક દુર્ગંધ મારી રહી છે અને ગટરના ગંદા પાણીમાંથી અવરજવર કરવી પડે છે જેના કારણે લોકો બીમાર પણ પડી શકે છે આ વિસ્તારમાં રહેતા લોકો ઘરે ઘરે જાડા ઉલટી ના અને બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે… હાલ સમગ્ર વિસ્તારમાં ગટરના પાણી જાણે વરસાદના પાણી હોય એવું લાગી રહ્યું છે આ વિસ્તારમાં અને કેટલીક જગ્યાએ પાણી લીકેજના કારણે લીલ પણ બાજી ગઈ જોવા મળી રહી છે આજરોજ આ વિસ્તારના લોકો વિસ્તારમાં ભેગા થઈને નગરપાલિકાને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર રોષ વ્યક્ત કર્યો હતો એક તરફ ડભોઇ ને દર્ભાવતી નગર બનાવવાની ધારાસભ્યશ્રીની મહેનત ઉપર પાલીકા સત્તાધીશો ગટરનું ગંદુ પાણી ફેરવી રહ્યા છે ત્યારે વિસ્તારના લોકો જણાવે છે કે દર્ભાવતી નહીં પણ ગંદુ નગર બની ગયું એવું લાગી રહ્યું છે…
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


