NARMADA : સેલંબામાં ભ્રષ્ટાચાર ઉજાગર કરનારને મળી તાલિબાની સજા, ગ્રામ પંચાયતના મહિલા સભ્ય સહિત 4 લોકોએ એને થાંભલે બાંધી ફટકાર્યો

0
135
meetarticle

નર્મદા જિલ્લાના સેલંબામાં પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર યુવાનને તાલીબાની સજા મળી છે.સેલંબા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય સહિત 4 લોકોએ એને થાંભલે બાંધી ઢોર માર માર્યો છે.સાગબારા પોલીસ મથકમાં આ મુદ્દે 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.એક બાજુ નર્મદા જિલ્લા પોલીસ વડા તરીકે વિશાખા ડબરાલ ચાર્જ સંભાળી રહ્યા હતા તો બીજી બાજુ એ જ સમયે દીપક કોળીને થાંભલે બાંધી ઢોર માર મરાઈ રહ્યો હતો.ત્યારે નર્મદા જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા આ તમામ આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવે એવી લોક માંગ ઉઠી છે.

સેલંબા ગામના 37 વર્ષીય પરિણીત યુવાન દીપક તુકારામ કોળીએ સેલંબામાં પીએમ આવાસ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એ મુદ્દે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને લેખિત રજુઆત કરી હતી.સાગબારા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સેલંબા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય વિશાખાબેન કિરણ તડવી તથા અન્ય એક મહિલા કંચનબેન દિવ્યેશ તડવી કેટલીક મહિલાઓ સાથે દીપક તુકારામ કોળી પાસે આવ્યા હતા.અને તુ કેમ અમારા આવાસો કેન્શલ કરાવે છે એમ કહી ગમે તેમ ગાળો ભાંડી હતી.તે બાદ નજીકના સુભાષ વાસુ વસાવાના ઘર નજીક દીપકને થાંભલા સાથે બાંધી દઈ ઢોર માર માર્યો હતો.સાથે દિવ્યેશ વિનોદ તડવી, હંસાબેને વિવેકભાઈ તડવીએ પણ દીપકને ઢોર માર માર્યો હતો.માર માર્યા બાદ એ તમામ લોકોએ દીપકને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.આ ઘટના બાદ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં દીપકને નજીકના સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરાયો હતો જ્યાંથી એને વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા.

દીપકના નાના ભાઈ રાહુલ કોળીએ જણાવ્યું હતું કે મારા ઘરની લાઈટો એ લોકોએ કાપી નાખી હતી.લાઈટો કેમ બંધ થઈ એ જોવા હું બહાર ગયો તો મને પણ પકડીને અંધારામાં ટોળાએ ઢોર માર માર્યો હતો.બીજા દિવસે એ લોકોએ મારા ભાઈને પકડ્યો અને થાંભલાએ બાંધી બાંધીને માર્યો હતો.આ ઘટનાનો વીડિયો જે લોકો ઉતારતો હતા એમની સાથે પણ ટોળાએ દાદાગીરી કરી હતી.

આ ઘટના બાદ દીપક કોળી એમના ભાઈ સહિત આખો પરિવાર ભયભીત થઈ ગયો છે.અને નર્મદા જિલ્લા પોલીસ પ્રોટેક્શન આપે એવી માંગ કરી છે.બીજી બાજુ આ પરિવાર મીડિયા સમક્ષ આવતા પણ ગભરાઈ છે.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here