દેશમાં વધતી વસ્તીના કારણે ઊભા થતા ગંભીર જોખમો અને અવ્યવસ્થાના દુષ પરિણામોને લઈ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ધ્વારા વસ્તી નિયંત્રણ માટે અમે બે અમારા બે જેવો કડક કાયદો અમલમાં લાવી સમૃદ્ધ અને વિકસિત ભારત બને તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વાઘોડિયા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું.
શ્રેષ્ઠ ભારત ના સમૃદ્ધ વિકાસ માટે દેશમાં ઘુસણખોરી કરેલ બાંગ્લાદેશી અને રોંહિગ્યાઓની ઘુસણખોરી અટકાવી દેશ બહાર કાઢવા જરૂરી છે. દેશમાં બહુમતી ધરાવતો હિન્દુ સમાજ ખતરામાં હોય તેવી લાગણી દેશમા વસતા હિન્દુ અનુભવી રહ્યો છે.બંગાળના મુરસીદાબાદ અને કશ્મીરના પહેલગાંવ જેવા હુમલામાં હિન્દુઓનો નરસંહાર કરવાની ઘટના બનતા દેશમાં સતત હિન્દુઓ ભયમા છે હિન્દુ ના વાર તહેવાર અને શોભાયાત્રા કે સરઘસ દરમિયાન પણ કેટલીક હુમલા થવાની ઘટના બનતી હોય છે ભારતમાં વસ્તી કુદકે ને ભુસકે વધી રહી છે
જે ચિંતાનો વિષય છે કેટલાક લોકો હિન્દુઓને પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરે છે ત્યારે એક રાષ્ટ શ્રેષ્ઠ રાષ્ટ્ર અને અખંડ ભારતના નિર્માણ માટે દેશના નાગરિકોની શુવ્યવસ્થા મડી રહે અને દેશમાં ઘૂસણખોરોને હાંકી કાઢવામા આવે, સાથે ભારત સરકાર દ્વારા “અમે બે , અમારા બે સંતાન” જેવો કડક કાયદો બનાવી વસ્તી નિયંત્રણ કરવું આજના સમયમાં ખૂબ જ જરૂરી બન્યુ છે વસ્તી વધારાના કારણે રહેઠાણ, ભોજન, ખેતી રોજગારી, અભ્યાસ સહિત આરોગ્ય જેવી સેવાઓ માટે ગંભીર પ્રશ્નો ઉદ્ભવ્યા છે તેવામાં વધુ પત્ની અને વધારે બાળકો પેદા કરનાર પરિવારોને ઉપલબ્ધ તમામ સરકારી સુવિધા પર પ્રતિબંધ મૂકવો જોઈએ, આ માટે સરકાર કડક કાયદો બનાવી ભારત વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન પૂર્ણ કરે તેવી અપેક્ષા સાથે વડોદરા જી.સં, મંત્રી સુરેશભાઈ પટેલ, વિભાગ. સં. મંત્રી ગીરીશભાઈ,જીલ્લા. ઊ. પ્ર.અનીલ વૈઘ સહિત નિતેશ પટેલ, વાઘોડિયા તા.પ્રમુખ બજરંગભાઈ શર્મા સહિત અનેક આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રીત થઈ સૂત્રોચાર સાથે વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું.



