મોટા આકડીયા ગામ ખાતે બસ સ્ટેશનથી હનુમાનજી મંદીર જતા માર્ગ ઉપર આવેલી આંગણવાડીની સામે ભારે ગંદકી ફેલાઈ ગઈ છે…..
ગામલોકોનું કહેવું છે કે આ ગંદકીથી બાળકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે……
તે જ રીતે આ રસ્તા પર આવેલી પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં છે. ક્યારે પડી જાય અને જાનહાનિ થાય તેની ભીતિ લોકોએ વ્યક્ત કરી છે…..
ગામલોકોનું કહેવું છે કે જર્જરિત ટાંકીના કારણે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી લોકમાંગ ઉઠી છે…..
આ ઉપરાંત રસ્તા પર મસમોટા ખાડા પડતા ખેડૂત તથા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે….
અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તેવી લોકમાંગ ઉઠી છે……
ગામલોકોનો આક્ષેપ છે કે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને તેમની મુશ્કેલીઓને અવગણવામાં આવી રહી છે…..
અહેવાલ = પ્રકાશ વઘાસિયા કુકાવાવ….




