અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બૉલ્ટને ભારત પર અનાવશ્યક રીતે હુમલો કરવા બાબતે ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી છે. તેમણે લગાવેલા વધુ ટેરિફને દ્વિપક્ષીય સંબંધોમાં એક ભુલ ગણાવી છે.
ટ્ર્મ્પે જરૂર કરતા વધુ કઠોર પગલાં લીધા
જોન બૉલ્ટનએ ટ્રમ્પ પર આરોપ મૂક્યો કે તેમણે ભારત વિરુદ્ધ જરૂર કરતા વધારે કઠોર પગલાં લીધા. તેમણે કહ્યું કે ભારત પર લાગૂ કરાયેલા ભારે અમેરિકન ટેરિફ બંને દેશોના સંબંધોને નુકસાન પહોંચાડે છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ટ્રમ્પ સરકારએ ભારત પર 50% સુધીના ટેરિફ લગાવ્યો છે. જેમાં રશિયન તેલ ખરીદવા પર 25%નો વધારાનો ટેરિફ પણ સામેલ છે. બૉલ્ટને આ પગલાને ઉંધુ અને નુકસાનકારક ગણાવ્યું.
વિશ્વાસમાં ખોટ આવી
ટ્રમ્પે પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યુ કે, ભારત રશિયા પાસેથી મોટા પાયે તેલ ખરીદી રહ્યું છે અને તે નફા માટે ખુલ્લા બજારમાં વેચી રહ્યુ છે. બૉલ્ટને ઉમેર્યું કે ચીન પણ રશિયન તેલ ખરીદી રહ્યુ છે. છતાં તેના પર આવા ટેરિફ કે સેકન્ડરી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા નથી. ટ્રમ્પે એપ્રિલમાં ચીન સાથે ટેરિફ યુદ્ધ શરૂ કર્યું હતું જેમાં દર 145% સુધી પહોંચી ગઈ હતી. પરંતુ ત્યારબાદ તેમણે બીજિંગ સામે કઠોર વલણ છોડીને ટેરિફ ઘટાડી દીધો હતો. બૉલ્ટન મુજબ, ભારત એકમાત્ર દેશ છે જેને ટ્રમ્પના યુક્રેન યુદ્ધવિરામ પ્રયત્નોમાં આવા ટેરિફનો સામનો કરવો પડ્યો છે. તેમણે ચેતવણી આપી કે આ ભૂલના કારણે વિશ્વાસમાં જે ખોટ આવી છે. તેને પુરી પાડવા સમય લાગી શકે છે.
PM મોદી માટે સલાહ અને ટ્રમ્પ પર કટાક્ષ
એક ટીવી ચેનલ સાથે વાત કરતી વખતે, જોન બૉલ્ટને વ્યંગ કર્યો અને કહ્યું કે મારી માત્ર એક સલાહ છે કે મોદી ટ્રમ્પને શાંતિ માટેના નોબેલ પુરસ્કાર માટે બે વાર નોમિનેટ કરે. આ માટે તેમણે પાકિસ્તાનનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને સૈનિક વડા આસિમ મુનિર ટ્રમ્પને સારી રીતે હેન્ડલ કરવાની રીત શોધી રહ્યા છે.