GUJARAT : બનાસકાંઠાના વડગામમા લગ્નની લાલચે છેતરપીંડી કરનારા પોલીસના હાથે ઝડપાયા

0
43
meetarticle

લગ્નના બહાને પાંચ આરોપીઓએ લાખો રૂપિયા પડાવી લીધા અને ત્યારબાદ પોલીસે ગુનાનો પર્દાફાશ કરી અને આરોપીઓને હવે જેલ હવાલે કર્યા છે.

વડગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી કે જેમાં એકલતા ભોગવી રહેલા યુવકને લગ્ન કરાવવાની લાલચ આપી પાંચેય આરોપીઓએ કાવતરૂ રચ્યું અને ત્યારબાદ લુટેરી દુલ્હનને તૈયાર કરી અને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી લીધી હતી. સમગ્ર ઘટના જોઈએ તો આરોપીઓએ કીંજલ ઉર્ફે આયુષી નામની યુવતી સાથે ફરીયાદી યુવકના લગ્ન કરાવ્યા હતા અને લગ્નના થોડા દિવસો બાદ આ લૂંટેરિ દુલ્હનને તેમના ઘરે પરત બોલાવી લેવામાં આવી હતી

ત્યારબાદ આરોપીઓએ મોબાઈલ બંધ કરી સરનામું બદલી અને ગાયબ થઈ ગયા હતા. જોકે ફરીયાદી સાથે રૂપિયા ત્રણ લાખની છેતરપીંડી કરવામાં આવતા ફરિયાદીએ વડગામ પોલીસ મથકે પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી જે મામલે વડગામ પોલીસે તપાસ બાદ પાંચ આરોપીઓને ઝડપી પાડી આજે એસપી સમક્ષ રજૂ કરી તેરા તુઝકો અર્પણ અંતર્ગત છેતરપીંડી કરી પડાવી લીધેલા બે લાખ એકાવન હજાર રૂપિયા રિકવર કરી ફરિયાદીને પરત કરવામાં આવ્યા હતા

પોલીસની આ કાર્યવાહીથી ગુનાનો ભોગ બનનાર વ્યક્તિને ન્યાય મળ્યો છે અને લગ્નના બહાને છેતરપીંડી કરનારાં આરોપીઓ જેલ હવાલે થયા છે.

પ્રતિનિધિ : દિપક પુરબીયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here