SURAT : પોલીસ ટેમ્પોમાં બેસી મજૂરના વેશમાં જુગારધામ પર પહોંચી, ફિલ્મી સ્ટાઈલે સાત શકુનીઓને પકડી લીધા

0
63
meetarticle

ગુજરાતમાં શ્રાવણમાસના તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે. ખાસ કરીને શ્રાવણ માસમાં જુગાર રમાતો હોવાની પ્રવૃત્તિઓ વધુ પ્રમાણમાં સામે આવતી હોય છે. ત્યારે જુગારીયાઓને પકડવા પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે.

સુરતના મગદલ્લામાં પોલીસે ફિલ્મી સ્ટાઈલે જુગારીઓને ઝડપી પાડ્યા હતાં. પોલીસે 52 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતની ઉમરા પોલીસે મગદલ્લાના ઓવાત ગામ પાસે કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડા પાડવાની તૈયારીઓ કરી લીધી હતી. પોલીસે દરોડા પાડવા માટે પીસીઆર વાનની જગ્યાએ એક ટેમ્પોનો ઉપયોગ કર્યો હતો. મજૂરનો વેશ ધારણ કરીને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે કેટલાક લોકો જાહેરમાં જુગાર રમી રહ્યા હતાં. પોલીસે કાર્યવાહી કરતાં ત્યાંથી સાત જુગારીયાઓને પકડી પાડ્યા હતાં.પોલીસે જુગારીયાઓ પાસેથી 52 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મુદ્દામાલમાં આરોપીઓના અંગજડતીના 40 હજાર અને દાવાના 12 હજાર રૂપિયા જપ્ત કરાયા હતાં. પોલીસે પકડેલા જુગારીયાઓમાં જયંતિ રાઠોડ, સંકેત કુમાર પટેલ, શાશ્વત પટેલ, ખેમિલ પટેલ, સુધીર પટેલ, નીરવ પટેલ અને વિશાલ પટેલનો સમાવેશ થાય છે. પોલીસે મજૂરનો વેશ ધારણ કરીને છાપો મારતા જુગારીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here