AHMEDABAD : ઘોડાસરમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન પથ્થરમારો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાશે

0
85
meetarticle

અમદાવાદમાં મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘોડાસરના પુનિતનગર વિસ્તારમાં ડિમોલિશન કામગીરીથી કંટાળી પગલું ભર્યાની અટકળ વહેતી થઈ છે.

મહિલાએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે. AMC દ્વારા દુકાનને ટાર્ગેટ કરાતો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. ડિમોલિશન રોકવા માટે સ્થાનિકોએ પથ્થરમાર મારો કર્યો હતો.બંદોબસ્ત ફાળવાયો છતા કોર્પોરેશન ટીમ પોલીસ વગર પહોંચી હતી. આ ઘટનામાં પથ્થરમારો થવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાશે.

પથ્થરમારા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાશે

આ અંગે J ડિવિઝન ACP પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બંદોબસ્ત વગર AMC ટીમ ડિમોલિશન માટે ગઇ હતી. એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.સ્થાનિકોએ AMCની ગાડીમાં તોડફોડ કરી હતી. AMCની ગાડી પર પથ્થરમારો કર્યો હતો.પથ્થરમારા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાશે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાને સારવાર અર્થે ખસેડાયા છે.આ મામલે હાલ જાણવા જોગ ફરિયાદ નોંધી છે.

AMCની ટીમ પર ટોળાએ પથ્થરમારો કર્યો

AMCની ટીમ પર ટોળાએ પથ્થરમારો કરતા કોર્પોરેશનની ગાડીનો કાચ તુટ્યો છે.બંદોબસ્ત ફળવાયો હોવા છતા કોર્પોરેશનની ટીમ પોલીસ વિના પહોંચી હતી. ડિમોલેશન રોકવા માટે પથ્થરમારો બાદમાં મહિલાએ કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here