વાઘોડિયા તાલુકાના વાઘોડિયા પોલીસ સ્ટેશન માં પોલીસ કોન્સ્ટેબલ ની ફરજ બજાવતા પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા ઉ વર્ષ ૩૨ નાઓ એ પોતાના ઘરમાં જ પંખા ના હુક માં ઓઢણી વડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાતાં પોલીસ બેડા સહિત વાઘોડિયા નગરમાં ચકચાર મચી જવા પામી હતી
પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા મૂળ વતન અસાર તા,કંવાટ જી, છોટાઉદેપુર ના ઓ ૨૦૧૭ ના વર્ષ દરમ્યાન પોલીસ માં ભરતી થયા હતા બાદમાં ,ડેસર, અને પાદરા અને છેલ્લા બે વર્ષથી વાઘોડિયા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા હતા છેલ્લા એક સપ્તાહથી તેઓ રજા પર હતા તેઓ વાઘોડિયા નગર ખાતે આવેલ માડોધર રોડ ની રણછોડજી પાકૅ સોસાયટી માં મકાન ભાડે રાખી ને રહેતા હતા તેઓ ના પત્ની નસૅ હોય ફસટૅ શિપ નોકરી બજાવી બપોરે બે વાગ્યા ના સુમારે ઘરે પહોંચતા ઘર નો દરવાજો ખોલવા જતાં દરવાજો ખુલ્યો નહીં જેથી બારીમાંથી ડોકિયું કરતા કોન્સ્ટેબલ પતિ પંખા હુક પર ઓઢણી ના મારફતે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા પત્ની એ રોકકળ કરી મૂકી ને બુમાબુમ કરી મુકતા અડોશ પડોશ ના રહીશો દોડી આવી ને વાઘોડિયા પોલીસ સ્ટેશન ને જાણ કરતા વાઘોડિયા પોલીસ સ્ટેશન સહકર્મચારી ઓ સહિત અધીકારીઓ ઘટનાસ્થળે દોડી આવી ને પંખા હુક પર લટકતી લાશ ને નિચે ઉતારી ને પોલીસ સહકર્મચારી ઓ એ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રાઠવા ની લાશ ને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળ ની કાયૅવાહી આરંભી દીધી છે છેલ્લા બે વર્ષથી વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ ની ફરજ બજાવતા પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા હસમુખા સરળ સ્વભાવ ના હોવાના કારણે સ્થાનિક રહીશો માં ગમગીન ફેલાઈ જવા પામી હતી પ્રકાશભાઈ એ ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે રહસ્ય અંક બંધ રહેવા પામ્યું છે
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા


