ભરૂચમાં બુટલેગર પાસેથી દારૂ નહી પણ જીવતા કારતૂસ અને લોડેડ કરેલી પિસ્તલ મળી આવી છે, પિસ્તલ પાસે બે કારતૂસ મળ્યા છે અને પોલીસે 3 લોકોને ઝડપી પાડયા છે,
ભરૂચ એલસીબી પોલીસને આ મામલે બાતમી મળી હતી અને બાતમીના આધારે કાર્યવાહી કરી છે, ત્યારે આ કેસમાં પિસ્તલ કયાંથી લાવ્યા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
ભરૂચમાં બુટલેગર પાસેથી પિસ્તલ અને બે કારતૂસ મળ્યા
ભરૂચમાં બુટલેગર પાસેથી પિસ્તલ અને બે કારતૂસ મળ્યા છે, હનીફ ઉર્ફે અન્નુ દિવાન પાસેથી મળી પિસ્તલ અને કારતૂસ, પોલીસે આ કેસમાં હનીફ ઉર્ફે અન્નુ દિવાન, નવાબ ઉર્ફે નબ્બુ દિવાન, અને આદિત્ય વસાવાને ઝડપી પાડયો છે, પોલીસે કુલ 13.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, આ કેસમાં રાધે, રાહુલ અને સુરતનો અનિલ ગામીત વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ભરૂચ એલસીબી પોલીસે પિસ્તોલ અને કારતૂસ ઝડપી પાડ્યા છે
ભરૂચનો લિસ્ટેડ બુટલેગર હનીફ ઉર્ફે હન્નુ દિવાન પાસેથી લોડેડ પિસ્તોલ અને જીવતા બે કારતૂસ મળ્યા છે, પોલીસે નવાબ ઉર્ફે નબ્બુના ઘરે દરોડો પાડી 46 વિદેશી દારૂની બોટલો પણ ઝડપી પાડી છે, પોલીસે કુલ મળીને એક થાર ગાડી, એક પિસ્તોલ, બે જીવતા કારતૂસ અને ચાર મોપેડ મળી 13.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, હનીફ ઉર્ફે અન્નુ દિવાન, નવાબ ઉર્ફે નબ્બુ દિવાન અને આદિત્ય વસાવાની અટકાયત કરી છે, આરોપી કોઈ મોટી બબાલ કરે અથવા તો કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા પોલીસે ધરપકડ કરી લીધી છે.


