વાગરા તાલુકામાં આવેલ સાયખા ગામ માં રહેતા સોના બેન શાંતિલાલ રાઠોડ જેઓ જણાવી રહ્યા છે કે અમારા ખેતર નજીક આવેલ એનવાયરો કંપની આવેલ છે જે કંપનીમાથી ૩ વર્ષ થી કેમિકલ વાળું ખરાબ દુર્ગંધ વાળું પાણી છોડી રહ્યા હોય અને અમારા ખેતર માં કોઈ પણ જાતની વાવેતર થતું નથી તેમજ ખેતર માં કેમિકલ વાળું પાણી ભરાય રહેતા હોવાના લઈને છેલ્લા ૩ વર્ષ થી અમારા ખેતર માં કોઈ પાક થતો ના હોવાના લઈને અમોને ખૂબ જ મોટું નુકશાન થતું હોય તેમજ ખેતર માં ઊગેલું ઘાસ પણ બળીને કાળુ થઈ જવા પામતું હોવાના આક્ષેપ એનવાયરો કંપની પર ખેડૂત કરી રહ્યા છે. તેમજ તેમના ખેતરો થી દૂર આવેલ બીજા ખેડૂતો દિનેશ ચંદુ રાઠોડ , સીતાબેન રાઠોડ , રાજુભાઇ રાઠોડ , બીજા અનેક ખેડૂતોના ખેતરો માં પણ કેમિકલ વાળું પાણી કેટલીક કંપનીઓ વાળા છોડવાના લઈને ખેતરો માં લીલું ઘાસ બળીને કાળુ પડી જવા પામેલ છે તેમજ ખેતરો માં ખેડૂત પગ મુક્તા જ પગ માં બળતરા થવા માંડે છે.
આ ખેતરો માં છેલ્લા કેટલાય વર્ષો થી ખેતરોમાં વાવેતર નાશ થવાના લઈને કોઈ પણ જાતનો પાક ઊગે તે પહેલા જ બળી ને કાળો થઈ જવા પામતો હોય છે હાલમાં ખેડૂતોને પોતાના ખેતરો હોવા છતાં ખેતરોમાં કેમિકલવારલું પાણી છોડવાના લઈને વાવણી ના થવાના લઈને નિશાશો નાખી ને ભૂખ્યા બેસી રહેવાનુ વારો આવ્યો હોવાનું જણાવી રહ્યા છે. તેમજ ખુબ જ મોટું નુકશાન ખેતરો માં થઈ જવા પામ્યું છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા


