અલ્લુ અર્જૂન હાલ એટલી સાથે આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.
હાલ આ ફિલ્મનું મુંબઇમાં શૂટિંગ ચાલી રહ્યું છે. હવેઆ ફિલ્મને લઇને અપડેટ છે કે, તમિલ સિનેમાનો જાણીતો કોમેડિયન યોગી બાબુની એન્ટ્રી આ ફિલ્મમાં થઇ ગઇ છે. તે હાલ અલ્લુ અર્જુન સાથે મુંબઇમાં મહત્વના દ્રશ્યનું શૂટિંગ કરીરહ્યો છે. જોકે નિર્માતાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી નથી.
ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુન અને એટલી કુમાર હાલ મેગા સાયન્સ-ફિક્શન પર કામ કરી રહ્યા છે. મૃણાલ ઠાકુરે પણ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
અલ્લુ અર્જુન સાથે આ ફિલ્મમાં દીપિકા પદુકોણ, મૃણાલ ઠાકુર , જાહ્નવી કપૂર, રશ્મિકા મંદાના, યોગી બાબુ મહત્વના રોલમાં જોવા મળવાના છે.


