PORBANDAR : કુતિયાણા પોલીસના અનડીટેક્ટ મર્ડર કેસમાં સાડા ચાર વર્ષ બાદ પણ અજાણ્યા આધેડની ઓળખ રહસ્યમય

0
15
meetarticle

કુતિયાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧ દરમિયાન નોંધાયેલા અનડીટેક્ટ મર્ડર કેસમાં મરણજનાર અજાણ્યા આધેડ પુરુષની ઓળખ આજદિન સુધી થઇ શકી નથી. આ અંગે પોલીસે ફરી એકવાર જાહેર જનતાને ઓળખ માટે માહિતી આપવા અપીલ કરી છે.


ગઇ તા.૧૬/૦૬/૨૦૨૧ ના રોજ ધ્રુવાળા થી ધ્રુવાળા ગામના પાટિયા તરફ જતા રસ્તે તળાવ સામેની સીમ વિસ્તારમાં આશરે ઉંમર ૪૮ વર્ષના એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. આ બાબતે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રથમ અ.મોત નં.૧૨/૨૦૨૧ સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ નોંધ કરવામાં આવી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે મરણજનારને કોઇ પદાર્થ વડે માર મારવામાં આવતા તથા દાઢી, ગાલ અને શરીર ઉપર થયેલી ગંભીર ઇજાઓના કારણે તેનું મોત થયું હતું. જેથી ગઇ તા.૧૪/૦૭/૨૦૨૧ ના રોજ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુ.ર.નં. A-11218004210278/૨૦૨૧ હેઠળ IPC કલમ ૩૦૨, ૨૦૧ તથા G.P.એક્ટ કલમ ૧૩૫ મુજબ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
મરણજનારના ડાબા હાથમાં “ઓમ” તથા ત્રાજવા સાથેનું ટેટૂ હતું. તેણે આછા પીળા રંગનો સફેદ-કાળી લીટીવાળો ચેકસ ડિઝાઇનનો શર્ટ, આછા વાદળી રંગનું જીન્સ પેન્ટ, કાળા રંગની જૂની સ્લીપર (INBUSLITE લખેલ) પહેરેલી હતી. ડાબી કળાઈમાં કાળા દોરામાં ધાતુનું મોતી તથા જમણા હાથમાં રબરની તૂટી ગયેલી રીંગ પહેરેલી હતી.
મરણજનારના ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ હોવાથી, ફોટામાં દર્શાવેલ આધેડ પુરુષ અંગે કોઈપણ પ્રકારની ઓળખ કે માહિતી હોય તો જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ પોરબંદરના 📞 ૦૨૮૬-૨૨૪૦૯૨૨,આર.કે. કાંબરીયા, ઇન્ચાર્જ પો.ઇન્સ., LCB પોરબંદર📱 ૯૫૩૭૨ ૯૮૭૭૭,વિરેન્દ્રસિંહ દશરથસિંહ પરમાર, પો.હેડ કોન્સ., LCB પોરબંદર📱 ૯૯૭૪૧ ૦૦૦૧૧ તમેજ નટવરભાઈ દુદાભાઈ ઓડેદરા, પો.કોન્સ., LCB પોરબંદર📱 ૯૫૮૬૧ ૫૧૮૮૮ માં
સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર:- વિરમભાઈ કે.આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here