કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તાર ના રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે રોડ રોઘડા ગામના પાટીયા પાસે આવેલ હાઇવેના ખાચા પાસે ટ્રકમાંથી પશુ આહારના બાચકા ઓની આડમાં છુપાવી લઇ આવતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો ભરેલ પેટીઓ નંગ-૮૧૦ કુલ બોટલો નંગ- ૧૪,૫૪૪/- જેની કુલ કિ.રૂા. ૧, ૨૮, ૪૨, ૪૦૦/- ( એક કરોડ અઠયાવીસ લાખ બેતાલીસ હજાર ચારસો) તથા ટ્રક કી.રૂા. ૧૦,૦૦,૦૦૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ રૂા. ૧,૩૮, ૮૧, ૪૦૦/- ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરને પોરબંદર એલ.સી બી.ના જાંબાઝ પી.આઇ આર.કે. કાંબરીયાનાઓ એ પકડી પાડી દારૂ મંગાવનાર નાગકા ગામના ઈસમ તેમજ મોકલનાર શખ્સ વિરૂધ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોધેલ છે

જુનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા (I.P.S.) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (I.P.S.) નાઓ દ્રારા વખતો વખત પોરબંદર જીલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચનાઓ તથા માર્ગદર્શન અન્વયે એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સસ્પેકટર આર.કે. કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દિવાળીના તહેવાર સબબ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કુતીયાણા તાલુકાના ચૌટા ગામ નજીક પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે રોડ પર પહોંચતા એલ.સી. બી.ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.કે. કાંબરીયાનાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે, રાજકોટ થી પોરબંદર તરફના આવતા હાઇવે ઉપર ટ્રક નં. GJ-11-Y- 7650 માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરાઇને આવે છે. જેથી રાજકોટ- પોરબંદર નેશનલ હાઇવે રોડ રોઘડા ગામના પાટીયા પાસે આવેલ હાઇવેના ખાચા પાસે વોચમાં હોય દરમ્યાન હકીકત વાળો ટ્રક આવતા રોકાવી ટ્રક ચેક કરતા પશુ આહાર રાજ ધાનના બાચકાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરેલ પુઠાના બોક્ષ મળી આવતા ટ્રક ડ્રાઇવર ભીમાં નાથા ભાઇ ઉર્ફે નથુભાઇ ઓડેદરા ઉ.વ. ૩૭ રહે. છાંયા નવાપરા સરકારી નિશાળ પાસે પોરબંદર વાળાના કબ્જાના ટ્રક નં. GJ-11 -Y-7650 માંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૭૫૦ ML તથા ૧૮૦ML ભરેલ કંપની શીલપેક કાચની બોટલો ભરેલ પુઠ્ઠાના બોકસ નંગ-૮૧૦ કુલ નાની-મોટી બોટલો નંગ- ૧૪,૫૪૪ જેની કુલ.કિ.રૂા. ૧,૨૮,૪૨,૪૦૦/ – તથા ટાટા કંપનીનો ટ્રક નં. GJ-II-Y-7650 કિ.રૂા. ૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂા. ૫૦૦૦/-તથા ટ્રકના કાગળોની ઝેરોક્ષ ફાઇલ કિ.રૂા ૦૦/- તથા બીલ્ટી નંગ-૦૧ કિ.રૂા. ૦૦/- તથા પશુ આહાર રાજધાનના બાચકા નંગ-૧૭૦ કુલ કી.રૂા. ૩૪,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂા.૧,૩૮,૮૧, ૪૦૦/- ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરને પકડી પાડી દારૂ આરોપી નં.ર દારૂનો જથ્થો લેવા માટે મોકલનાર તથા પોતાનાં માલીકીનો ટ્રક આપી દારૂ મંગાવનાર:- રાજુ અમરાભાઇ કોડીયાતર રહે. ફુલીવાવનેશ નાગકા ગામ તા.જી.પોરબંદર. વાળાના કહેવાથી આરોપી નં.૩ દારૂનો જથ્થો મોકલનાર ઇસમે દારૂનો જથ્થો ભરાવડાવેલ હોય. જેથી ઉપરોકત ત્રણેય ઇસમો વિરુધ કુતીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગણનાપાત્ર ગુન્હો રજી. કરવામાં આવેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સસ્પેકટર આર.કે. કાંબરીયા તથા એ.એસ.આઈ બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, મુકેશભાઇ માવદીયા તથા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ

