PORBANDAR : રાતીયા ગામે ઘઉંની ‘લોક-૧’ જાતમાં પાનના ગેરુ રોગનો ઉપદ્રવ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને માર્ગદર્શિકા જાહેર

0
16
meetarticle

પોરબંદર જિલ્લાના રાતીયા ગામમાં તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કૃષિ વિષય નિષ્ણાંતો દ્વારા વિવિધ ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈ પાકની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન ઘઉંની ‘લોક-૧’ જાતમાં પાનના ગેરુ (લીફ રસ્ટ) રોગનો વધુ પ્રમાણમાંe ઉપદ્રવ જોવા મળ્યો હોવાનું ધ્યાન પર આવ્યું હતું.


નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, સમયસર નિયંત્રણ ન લેવાય તો આ રોગના કારણે ઉત્પાદન પર અસર થવાની શક્યતા રહે છે. રોગના ફેલાવાને અટકાવવા તથા પાકને સુરક્ષિત રાખવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ મહાવિદ્યાલય, ખાપટ-પોરબંદર દ્વારા ખેડૂતો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
માર્ગદર્શિકા મુજબ પાનના ગેરુ રોગના અસરકારક નિયંત્રણ માટે પ્રોપીકોનાઝોલ ૨૫% ઈ.સી. દવા ૧ મિ.લી. પ્રતિ લિટર પાણીમાં ભેળવી ખેતરમાં યોગ્ય પ્રમાણમાં છંટકાવ કરવો જરૂરી છે. જો ખેતરમાં રોગની તીવ્રતા વધુ જણાય તો પ્રથમ છંટકાવના ૧૫ દિવસ બાદ બીજો છંટકાવ કરવાની પણ સલાહ આપવામાં આવી છે, જેથી ઉત્પાદનનું નુકસાન ઓછું કરી શકાય.
કૃષિ નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને પાકની નિયમિત દેખરેખ રાખવા અને રોગના પ્રારંભિક લક્ષણો દેખાતા જ તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here