આમ આદમી પાર્ટી – પોરબંદર જિલ્લા પ્રમુખ પરબતભાઇ બાપોદરા એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઇ પટેલને પઠવેલા પત્ર માં જણાવેલ કે, પોરબંદર જિલ્લામાં આ કમોસમી વરસાદથી જે પાકની નુકશાની થયેલ છે. તેનાથી ખેડૂતો ઉપર જાણે વજ્રઘાત થયો છે. આ વરસાદથી ખેડૂતોનાં અરમાનોના ચુરેચુરા થઇ ગયા. છે. કારણ કે ખેડૂતોનાં પાક પાડીને લણી લીધેલ હતા. તેના ઘરના તમામ સભ્યો આનંદમાં હતાં. આવનાર થોડા જ દિવસોમાં આ પાકની ઉપજ તેના ઘરમાં આવવાથી ઘરના વડીલ, બાળકો સહિતની આશાઓ પુરી થવાની હતી પરંતુ આ આશાઓ અને પાક રૂપી ખુશી કુદરતને મંજુર નહિ હોય જેથી માવઠારૂપી વરસાદ ખેડૂતભાઇઓના પરિવારને વેરી બનીને પાકને વેરવિખેર કરી નાખ્યો છે. જે નજર સમક્ષ જોઇ શકાય છે. આ માવઠાનો વરસાદ ખુબ મોટી નુકશાની લાવ્યો છે, કારણ કે આ વર્ષની નુકશાની સાવ મોઢે આવેલ કોળીયો ખેડૂત પાસેથી પાસેથી કુદરતે છીનવી લીધો છે. ખેડૂતભાઇઓએ તેનાં પાકમાં પુરેપુરો ખર્ચ કરેલ છે કારણ કે ખાતર, ખેડ. બિયારણ, દવા નિંદામણ અને પાકની કાપણીનો ખર્ચ વાવણીથી કાપણી સુધીનો ખર્ચ ખેડૂત ઉપર પળી ગયો છે અને છેલ્લે આ માવઠાનાં વરસાદ આવવાથી ખેડૂત ઉપર અત્યાર સુધીનો બોજો ઘટવાને બદલે અચાનક વધી ગયો છે. મોટા ભાગના ખેડૂતો વ્યાજે પૈસા લઈને ખર્ચ કરેલ હોય હવે પાકમાં મોટી નુકશાની થઇ છે.

જેથી ખેડૂતે કરેલ આર્થિક બોજો જેના પાસેથી લીધેલ હોય તેને ચુકવી નહી શકે અને ખેડુત તથા તેનો પરીવાર દેવાના સાગરમાં ડૂબી જશે. જેથી આ વખતની આફત ખેડૂતોને ખુબ નુકશાની કરતી છે અને લાંબા સમય સુધી આ વખત નાં દેવામાંથી નિકળી શકાશે નહી અને હજી પણ ખેતરમાંથી આ બગળેલ પાક બહાર કાઢવામાં ખર્ચ થશે, પોરબંદર જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો નથી ખેતી આધારીત આ જિલ્લો હોય ખેતી અને પશુપાલન ઉપર જીવન અને ગુજરાન ચલાવે છે. જે ઉત્પાદન થવાનુ હતુ તે ફેલ થયું છે. સાથે સાથે જે મગફળીનો (ભુકો) પાલો તેનાથી તેના પશુઓ નભતા તે ભુકો પણ પલળી ગયો છે અને સળી ગયો છે. તેમાં પણ ખરાબ દુર્ગંધ આવે છે. જે પશુઓને ખાવા લાયક નથી.
તારીખ ૨૮/૧૦/૨૦૨૫ના રોજ મોડી સાંજે આમ આદમી પાર્ટીના જીલ્લા અને તાલુકાના આગેવાનો એ બરડા અને સોરઠ વિસ્તારના મોટાભાગ ના ગામડા ઓની મુલાકાત લીધી હતી, દરેક જગ્યાએ ખેડૂતોની દયનીય સ્થિતિ છે. જેથી અમારા જિલ્લાનાં ખેડૂતભાઇઓ વતી સરકારને મારી વિનંતી છે કે આ વર્ષની આફત અલગ છે, મોઢે આવેલ કોળીયો છીનવાઇ ગયો છે, ખેડૂતભાઇઓએ ઉછી ઉધારા કરીને કરેલો પુરેપુરો ખર્ચ નિષ્ફળ ગયો છે. પાક તૈયાર કરેલ હતો તો પાક સમયે આ આફત આવી તેના હિસાબે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયેલ છે. જેથી અમારી નમ્ર વિનંતી છે કે અમારા જિલ્લાનાં ખેડૂતોની વહેલામાં વહેલી તકે વધુમાં વધુ સહાય મળે તેવી આપની કક્ષાએથી તાત્કાલીક સહાય પેકેજ જાહેર કરવા વિનંતી છે.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

