PORBANDAR : ઓપરેશન મ્યુલ હન્ટ” અંતર્ગત પોરબંદર સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી

0
53
meetarticle

પોરબંદરમાં બે એકાઉન્ટમાં ૧૧ લાખ ૫૧ હજાર ફ્રોડનાં નાણાં થયાં હતાં. જે અન્વયે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસે પોરબંદર ના અને જૂનાગઢ બે શખસો ને પકડી પાડયા બાદ ગઈ કાલે વધુ એક ચોથો આરોપીજય ગોપાલભાઈ રામોલીયા, જાતે પટેલ, ઉ.વ. ૨૩ વર્ષ, ધંધો – વીડિયો સુટીંગ, રહે. રામ મંદિર પાસે, ગામ – મંડલીકપુર, તા./જી. જુનાગઢને અટકાયત કરવામાં આવી છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ ચાર (૪) આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની પૂછપરછ તથા તપાસ કાર્યવાહી ચાલુ છે.

ગુજરાત રાજ્યમાં વધી રહેલા સાયબર ફ્રોડના બનાવોને અટકાવવા તથા અસરકારક કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા “ઓપરેશન મ્યુલ હન્ટ” હાથ ધરવામાં આવ્યું છે. આ સંદર્ભે માન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ સાથે યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

આ અભિયાન અંતર્ગત ગવર્નમેન્ટ ઓફ ગુજરાતના હોમ ડીપાર્ટમેન્ટ તરફથી પોરબંદર જિલ્લામાં ચેક વિથડ્રો તથા ATM વિથડ્રોના ડેટાની એક્સેલ ફાઇલ ઇ-મેઇલ મારફતે મોકલવામાં આવી હતી, જેમાં મ્યુલ એકાઉન્ટસનો સમાવેશ હતો. આ ડેટાની તપાસ દરમિયાન SBI બેંક એકાઉન્ટ નં. 41482274761 સામે અલગ–અલગ રાજ્યોમાંથી કુલ ૬ સાયબર ફરિયાદો નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું હતું.

તપાસમાં ખુલ્યું હતું કે આ એકાઉન્ટમાં રૂ. ૭,૫૦,૦૦૦/- જેટલી રકમ જમા થઈ હતી અને તે જ દિવસે ચેક, ATM, IMPS તથા POS મારફતે KYC ધારક તથા સહઆરોપીઓ દ્વારા ઉપાડી લેવામાં આવી હતી. આ આધારે તા. ૧૪/૧૨/૨૦૨૫ના રોજ પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હા નં. ૧૧૨૧૮૦૧૯૨૫૦૦૦૫/૨૫ BNS Act–2023 ની કલમ ૩૧૭(૨), ૩૧૭(૪), ૩૧૭(૫), ૩૧૮(૪) તથા IT Act–2000 ની કલમ ૬૬(ડી) હેઠળ બેંક એકાઉન્ટ ધારક તથા તેને મદદ કરનાર સહઆરોપીઓ સામે પોલીસે જાતે ફરીયાદી બની ગુન્હો નોંધ્યો હતો.

આ ગુન્હાની તપાસ પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.આર. ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં બેંક એકાઉન્ટ ધારક સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ દરમ્યાન આજે ચોથા આરોપી જય ગોપાલભાઈ રામોલીયા, જાતે પટેલ, ઉ.વ. ૨૩ વર્ષ, ધંધો – વીડિયો સુટીંગ, રહે. રામ મંદિર પાસે, ગામ – મંડલીકપુર, તા./જી. જુનાગઢને અટકાયત કરવામાં આવી છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ ચાર (૪) આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની પૂછપરછ તથા તપાસ કાર્યવાહી ચાલુ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં PI એસ.આર. ચૌધરી,PSI વી.આર. ચાવડા,
PWSI એસ.કે. જાડેજા,
ASI કે.બી. ઓડેદરા, ASI ડી.એચ. પટેલ,HC કે.સી. વાધેલા, WHC નિશાબેન ધોળકીયા,PC સુભાષભાઇ જોષી, WPC કિરણબેન ખીમાભાઇ,WPC અલ્પાબેન જીવાભાઇ,
ULR કૌશિક બારૈયા, ULR પીયુષભાઇ નકુમ, ULR હરેશભાઇ ચાવડા,TRB મહેશભાઈ સોલંકી,
ટેકનિકલ એક્સપર્ટ સંદીપભાઇ થાનકી અને ડ્રાઇવર અમિતભાઇ ઘેલાણી સહિતના કર્મચારીઓએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.

રિપોર્ટ : વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here