PORBANDAR : કુછડી ગામે રહેણાંક મકાનમાં મહિલા સંચાલિત જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચનો દરોડો

0
55
meetarticle

હાર્બર મરીન પો.સ્ટે. વિસ્તારના પોરબંદર તાલુકા ના કુછડી ગામમાંથી રહેણાંક મકાનમાં મહિલા સંચાલિત ચાલતા જુગારધામ ઉપર પોરબંદર એલ.સી.બી.એ રેઈડ પડી જુગાર રમતા મકાન માલિક સહિત ૪ જુગારીઓને રૂા. ૫૧,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે


જુનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયાનાઓ (I.P.S.) તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા નાઓ (I.P.S.) દ્રારા પોરબંદર જીલ્લામાં દારૂ જુગારની ગે.કા. પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા અને વધુમા વધુ કેસો શોધી કાઢવા કરેલ સુચના કરેલ
જે સુચના અનુસંધાને એલ.સી. બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.આર.કે. કાંબરીયા તથા એલ.સી. બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન અગાઉ થી એ.એસ.આઈ બટુકભાઇ વિંઝુડા ને હકીકત મળેલ કે, કુછડી ગામ બસ સ્ટેન્ડ પાસે રહેતા મંજુબેન વેજાભાઇ કુછડીયાએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમાડે છે અને આજરોજ હકીકતવાળી જગ્યાએ વેરીફાઇ કરતા જુગારનો અખાડો ચાલુ હોય. જેથી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા મકાન માલીક બહેન તથા ૩ ઇસમોમાં
(૧) મંજુબેન વા/ઓ વેજા જીવાભાઇ કુછડીયા ઉ.વ.૪૦ રહે. કુછડી ગામ બસ સ્ટેન્ડ પાસે તા.જી.પોરબંદર.(૨) ભરત જેઠા ભાઇ કુછડીયા ઉ.વ.૨૮ રહે. કુછડી ગામની મોડા સીમ વાડીએ તા.જી.પોરબંદર.(૩) માલદે ભુરાભાઇ કુછડીયા ઉ.વ.૫૯ રહે. કુછડી ગામ ખીમેશ્વર રોડ તા.જી. પોરબંદર.(૪) લાખા લાલાભાઇ હુણ ઉ.વ.૪૮ રહે. ટુકડા ગામ રબારીકેડા તા.જી.પોરબંદરવાળા ઓને ગંજીપતાના પાના નંગ-પ૨ તથા રોકડા રૂા. ૫૧, ૧૦૦/- તથા પાથરણ-૧ કિ.રૂા.૦૦/૦૦ મળી કુલ રૂા. ૫૧,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે અને હાર્બર મરીન પોલીસ સ્ટેશન માં ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કાંબરીયા તથા એ.એસ. આઈ બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્ર ભાઇ જોષી, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, ઉદયભાઇ વરુ તથા હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા. અજયભાઇ ચૌહાણ તથા ડ્રા.પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here