PORBANDAR : ગાયોનું રક્ષણ, સંવર્ધન અને સેવાએ શ્રી કૃષ્ણની ભક્તિ છે : શાસ્ત્રી પંકજ ભાઇ જોષી

0
37
meetarticle

પોરબંદરનાં શ્રી રામધૂન મંડળ રોડ, લોહાણા સમાજની વાડી સામે આવેલ શ્રી દિવેચા કોળી સમાજ વંડી. ખાતેના “વૃજ ધામ” ખાતે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું સમાપન થયુ હતું

કીડીને કીડિયારું, તુલસી કુંડા અને અન્ન ક્ષેત્ર મા અને જરૂરીયાત મંદ લોકોને મોટું આર્થિક યોગદાન આપનાર તેમજ સામાજિક આઘ્યાત્મિક શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિ ઓમાં જિલ્લામાં અનોખું સ્થાન ધરાવતા પોરબંદર નાં સ્વ રાજીવ લીલાંવતી બામણીયા ચેરી ટેબલ ફાઉન્ડેશન નાં પ્રમુખ અને પોરબંદર તાલુકા કોળી સમાજ કર્મ ચારી મંડળ નાં સેવા કર્મી પ્રમુખ નારણભાઇ પૂંજા ભાઇ બામણીયા તથા બામણીયા પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ નું યજ્ઞોત્સવ સાથે સમાપન થયુ હતું
આ સપ્તાહ દરમિયાન સંતો, સાધુ, મહંતો, નગર શ્રેષ્ઠી ઓ સર્વ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ નાં પ્રમુખ જિજ્ઞેશભાઇ કારીયા, સેન્ટ્રલ કો- ઓપરેટિંવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ સામતભાઈ ઓડેદરા, સાધુ સમાજ છાત્રા લયનાં પ્રમુખ જગદીશ ભાઇ ગોસાઈ, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ના પૂર્વ પ્રમુખ અશ્વિન ભાઇ દવે, વિકાસ ક્રેડિટ સોસાયટી ના પ્રમુખ નગીનભાઇ પૈડા, સાઈ બાબા ક્રેડિટ સોસાયટી નાં પ્રમુખ વલ્લભ ભાઈ પટેલીયા ડાયરેક્ટર પ્રમોદ ભાઇ ભાયાણી વલ્લભ ભાઈ પટેલીયા,પોરબંદરની જાણીતી દિવેચા કોળી સમાજ ભદ્ર કાળી ગરબી મંડળનાં પ્રમુખ રામજીભાઇ બામણીયા,ટેનિસ સ્પ્રોટ્સ માધવીબેન સંજય ભાઇ ઉપાઘ્યાય, ભાવસિંહજી હોસ્પિટલ નાં સિવિલ સર્જન ડો યાજ્ઞિક ભાઇ વાજા પૂર્વ સર્જન ડો અશોક ભાઇ ગોહિલ ડો માલતી બેન બામણીયા, ગુરુકુળ મહિલા કોલેજનાં પૂર્વ પ્રોફેસર ડો રમાબેન ગોહિલ ડી એસ.પી કચેરીના નિવૃત પી એ.ધીરુભાઇ પાંડવ દીવેચાં કોળી સમાજ વંડી નાં પ્રમુખ મગન ભાઇ બામણીયા સહિતના મહાનુ ભાવો ઉપસ્થિત રહ્યાં હતા
પોરબંદરનાં શ્રી રામધૂન મંડળ રોડ, લોહાણા સમાજની વાડી સામે આવેલ શ્રી દિવેચા કોળી સમાજ વંડી. ખાતેના “વૃજ ધામ” ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું સમાપન થયુ હતું

પોરબંદરના જાણીતા ભાગવતા ચા ર્ય પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી પંકજ ભાઇ જોષી (રાણા કંડોરણાંવાળા) નાં વ્યાસાસને સગીતમય શૈલીમા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ નાં સમાપન કરતાં જણાવ્યું હતું કે, ભાગવતનાં પ્રત્યેક શ્લોકમા શ્રી કૃષ્ણનું ગાન છે જે શ્રીકૃષ્ણ ભક્તિ યોગથી ભરેલો છે.શ્રીમદ ભાગવત એ ગ્રંથ નથી જીવન પથ દર્શક ગ્રંથ છે, શ્રીમદ ભાગવત મા ભગવાન શ્રી કૃષ્ણનો ગૌસેવાનો આદર્શ છે ભગવાન શ્રીકૃષ્ણ એ ગાયને પોતાનું અભિન્ન સ્વરૂપ જ માન્યું છે શ્રીમદ ભાગવત દસમ સ્કંધનાં પાંચમા અધ્યાયમા નંદ મહોત્સવનું વર્ણન છે ગોકુળ મા ભગવાન શ્રી કૃષ્ણ નું પ્રાગટ્ય થતાં નંદ રાયે મોટો ઉત્સવ મનાવ્યો હતો તેમાં ગાયને અગ્ર સ્થાન રાખવામાં આવી હતી બંગલામા ગાડી નહિ પણ ગાય શોભે તેમણે ગૌરક્ષા, સંવર્ધન અને સેવા એ શ્રી કૃષ્ણની ભક્તિ ગણાવી હતી

ઋષિ કુમારો દર્શનભાઇ જોષી, હસમુખ ભાઇ ભોગાયતાની નિશ્રા માં સંગીતકારો દિલીપગિરિ બાપુ, શતીસગીરી બાપુ, વિજય ભાઇ દવે, જયેશબાપુ ભારથી એ સંગીતમય ક થા ને સુર આપીને ભક્તિ મય વાતાવરણ બનાવ્યું હતું

શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ દરમિયાન વિવિધ ઉત્સવો નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધંધુકારી મોક્ષ, નૃસિંહ પ્રાગટ્ય, વામન પ્રગટયા ,શ્રીરામ જન્મ ઉત્સવ,શ્રી કૃષ્ણ જન્મોત્સવ ( નંદ મહોત્સવ) ગોવર્ધન પૂજા , રુક્મિણી વિવાહ પરિક્ષિત મોક્ષ સુદામા ચરિત્ર નો સમાવેશ કરવામાં આવ્યો હતો
આ અવસરે સનાતન ધર્મના તારણ હાર અને દ્વારકાધીશ શ્રીકૃષ્ણ પરમાત્મા નાં અંસ અવતાર નેજાધારી રામદેવજી મહારાજ ની પ્રસાદી મહોત્સવ ઉત્સાહ ભેર યોજાયો હતો જેમાં ધ્વજારોહણ, શોભતાયાત્રા સંતવાણી અને પાટોત્સવ ઉજવાયો હતો ગાદી પતી વીનુંભાઇ દેસાણી, મયુર બાપુ, દેસાણી લંડનથી ખાસ પધારેલ ભાનુંબેન ટાંક, દિલીભાઈ પરમાર ગતગંગાનાં ભક્તો ૐ સાઈ બાબા મંદિર ટેકા પરબનાં પ્રમુખ રામસીભાઇ બામણીયા, પ્રદીપભાઇબામણીયા,રાજુભાઇ બામણીયા, જગુંભાઇ બામણીયા નાનું ભાઇ ચોહાણ, સહીત નાં ભક્તજનો હાજર રહ્યા હતાં એકતા એખલાસ નાં સમન વયરૂપ રામદેવજી મહારાજ ના આ ઉત્સવ અવસરે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર હજારો ભક્તો એ મહાપ્રસાદ ભોજન રૂપે લીધો હતો આ તકે પોરબંદર નાં ધારાસભ્ય અને રાજ્ય સરકારના વન – પ ર્યા વરણ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કલાઈ મેંટ ચેઇંજ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન ભાઇ મોઢવાડિયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ ભાઇ બોખીરીયા એ શુભેચ્છા પાઠવી વી હતી
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન. યજ્ઞ મા જિલ્લા કોળી સમાજ કર્મ ચારી મંડલ નાં પ્રમુખ રામભાઇ બગીચા, જિલ્લા કોળી સમાજ નવરંગ ગરબીનાં પ્રમુખ લાખા ભાઈ મોકરીયા,મંત્રી હિતેશભાઇ ચુની ભાઇ વાજા,જિલ્લા કોળી સેનાનાં પ્રમુખ મનોજભાઇ મકવાણા, જિલ્લા કોળી સમાજ રત્ન અને જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા, ભીમ નાથ રેલ્વેસ્ટેશન અન્નક્ષેત્રનાં સેવા કર્મી શ્રી તુલસી ભાઇ મકવાણા જિલ્લા કોળી ઠાકોર સમાજ ના પ્રમુખ અરજન ભાઇ આંત્રોલિ યા, ૐ સાઈ ટેકા પરબ નાં પ્રમુખ શ્રી રા મસી ભાઇ બામણીયા, સમાજ શ્રેષ્ઠી શ્રી મોહન ભાઇ સોલંકી, શ્રીભૂપત ભાઇ ડાભી, ભીખુભાઈ પરમાર, મગન ભાઇ બામણીયા, પ્રેમજી ભાઇ વાજા, વિનુભાઇ દેસાણી, હેમંત ભાઇ મોકરિયા, પ્રદીપ ભાઇ બામણીયા, મહેશ ભાઇ ભૂવા, ભદુભાઇ ખેર હાજર રહી કથા શ્રવણ કરેલ હતું
નારણ ભાઇ પૂંજાભાઇ બામણીયા તથા હરીશ ભાઇ બામણીયા હિતેશભાઇ બામણીયા દામજીભાઇ પુંજાભાઇ બામણીયા સહીત બામણીયા પરિવાર સારી જહેમત ઉઠાવી હતી
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here