પોરબંદર- સોમનાથ નેશનલ હાઇવે રોડ પર આવેલ ગોસા (ઘેડ)ગામે બસ સ્ટેન્ડ અડીને આવેલ માતુશ્રી પૂરીબાઈ જીવનભાઈ લાખાણી હાઈસ્કૂલ ના પ્રિન્સિપલ સંતોકબેન આગઠ ના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા પખવાડિયા નિમિત્તે આજ રોજ ગોસા ગામમાં હાઈસ્કૂલ દ્વારા સ્વચ્છતાની રેલીનું આયોજન કરેલ અને ગામ લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવેલ.મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ૨જી ઓક્ટોબરને સમગ્ર દેશમાં સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પોરબંદર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા ‘સ્વચ્છોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત આગામી ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
જે અંતર્ગત પોરબંદર જિલ્લાની જુદી જુદી શાળાઓમાં સ્વચ્છતા રેલી અને સ્વચ્છતા શપથ સહિતના સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે હતી. જે અંતર્ગત ગોસા માતુશ્રી પૂરીબાઈ જીવનભાઈ લાખાણી હાઈસ્કૂલમાં સ્વચ્છોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ સહભાગી થવાની સાથે સ્વચ્છતા અપનાવવા માટે સપથ લેવામાં આવ્યા હતા. શાળાની સફાઈ મેદાનની સફાઈ પાણી સ્ટોરેજ એરિયાની સફાઈ વગેરે પ્રવૃત્તિઓ આ પખવાડિયા દરમિયાન સંપૂર્ણ સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા હી સેવા અભિયાન થકી નાગરિકો સ્વચ્છતાનું મહત્વ સમજાવીને ગામને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે પ્રેરિત કરી કાયમી સ્વચ્છતા અપનાવવા માહિતગાર કરવામાં આવેલ.
REPORTER : વિરમભાઈ કે. આગઠ

