PORBANDAR : પોલીસ આધિક્ષક ભગીરથસિંહ યુ .જાડેજા ની અધ્યક્ષ માં ક્રાઇમ કોન્ફ્રરન્સ યોજાઈ

0
41
meetarticle

પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા સારૂ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમજ માહે નવેમ્બર ૨૦૨૫ માસ ની પોરબંદર જિલ્લા માં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓએ વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ સાયબર ક્રાઈમ, એલ.સી.બી., એસ. ઓ. જી ,પેરોલ ફર્લો તેમજ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન સહિત ના ૧૧ પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રશંસા પત્ર એનાયત કરી બીરદાવામાં આવ્યા હતા.

ગઈ કાલ તા.૧૮/૧૨/૨૦૨૫ ન રોજ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ક્રાઇમ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને માહે ૧૧/૨૦૨૫ ના માસની ક્રાઈમ કોન્ફર્મેશનનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા સારું તથા આગામી સમયમાં આવનાર તહેવારોમાં ૩૧ ડિસેમ્બર , મકર સંક્રાંતિ જેવા તહેવારો દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો વ્યવસ્થા જળવાય રહે તેમજ શહેર વિસ્તારમાં ટ્રાફીક ની સમસ્યા નિવારવા તથા તહેવાર દરમ્યાન શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ગુનાઓ ન બને તે સારુ અસરકારક પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા તથા હાલમાં બનતા સાયબર ક્રાઈમ ફોડના ગુનાઓમાં ઓપરેશન “Mule Hunt” અન્વયે વધુમાં વધુ મ્યૂલ ખાતાઓ શોધી કાઢવા અને તેમના વિરૂધ્ધ અસરકારક કાર્યવાહી કરવા તથા તહેવાર સબબ કોમ્બીંગ નાઇટનું આયોજન કરી હોટલ-ધાબા ચેક કરવા અંગે તથા ગ્રામીણ વિસ્તાર માં સી.સી.ટી.વી. કેમેરા લગાડવા અંગે તથા HS-MCR ચેક કરવા અંગે તથા અકસ્માતનાં બનાવો નિવારવા અંગે તથા ચાલુ માસ દરમ્યાન નાસતા ફરતા આરોપી ઓ પકડવા સારૂ , અસામાજીક તત્વો ની પ્રવુતીઓ પર વોચ રાખી ગેરકાયદેસર બાંધકામો શોધી કાઢવા અને ઓ સામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો ડિમોલેશન કરવા અસરકારક કામગીરી કરવા અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાંઆવેલ.

સદરહું ક્રાઇમ કોન્ફરન્સમાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાનાઓ પોરબંદર શહેર ડીવીઝન તથામુખ્ય મથક તથા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુનાઓ પોરબંદર ગ્રામ્ય ડીવીઝમન તથા તમામ થાણા તથા બ્રાન્ચના અધિકારીશ્રીઓ હાજર રહેલ.

માહે ૧૧/૨૦૨૫ ના માસમાં યોગ્ય તપાસ કરી ગંભીર ગુનાના ઘણા વર્ષથી નાસતા ફરતા આરોપી ઓ પકડી પાડવાની તથા એન.ડી.પી. એસ.નો કેસ શોધી કાઢી તથા સાયબર ફ્રોડમાં અરજદારના ગયેલા રૂપિયા પરત આપવાની સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં સારી કામગીરી કરતા રહે તે સારૂ પ્રોત્સાહન રૂપે ૧૧ પોલીસ કર્મચારીઓ ને પ્રશંસાપ્રત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા.
જેમાં પ્રસંશાપત્ર એનાયત કરેલ પોલીસકર્મચારીઓ ની વિગતમાં સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ચૌધરી,લોકરક્ષક હરેશ વનરાજભાઇ ચાવડા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં માહે ૧૧/૨૦૨૫ ના માસ દરમ્યાન અલગ-અલગ કુલ-૨૯ અરજદારોના સાયબર ફ્રોડમાં ગયેલ રૂપીયા પૈકી કુલ રૂા. ૭.૬૮.૮૬૦/- ની રીકવરી કરાવી અરજદારોને પરત અપાવી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

એલ.સી.બી. એ.એસ.આઇ.મુકેશભાઈ કાનાભાઇ માદીયા તથા પો.હેડ.કોન્સ.ઉપેન્દ્રસિંહ વાઘુભા જાડેજા એ ઉદ્યોગનગર પો.સ્ટે.માં ૭ વર્ષ થી લાલશાહી થી નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગર ખાતે થી શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

જ્યારે એલ.સી.બી. પો.હેડ. કોન્સ.લખમણભાઇ મેરૂભાઇ ઓડેદરા,વુમન પો.કોન્સ. કીર્તિબેન ભરત ભાઇ ઓડેદરા નાઓએ કીર્તિમંદીર પો.સ્ટે.ના ૭ વર્ષ થી લાલશાહી થી નાસતા ફરતા આરોપીઓને દાહોદ ખાતે થી શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

આવી જ રીતે એલ.સી. બી.ના એ.એસ.આઇ. રાજેન્દ્રભાઇ ભગવાનજીભાઇ જોષી તથા પો. કોન્સ.અજયભાઇ લખમણભાઇ ચૌહાણનાઓ દ્વારા ઉદ્યોગ નગર પો.સ્ટે. ના હથિયાર ધારા ગુનાઓના કામે અઢી વર્ષ થી લાલશાહી થી નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્ર રાજયના બીડ જીલ્લા ખાતે થી શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે

એસ.ઓ.જી. એ.એસ.આઇ.રવિન્દ્રભાઇ શાંતીલાલભાઇ| ચાંઉ દ્વારા કમલાબાગ પો.સ્ટે.ના એન.ડી.પી. એસ. ગુનામાં આરોપીને ૮૦૦ ગ્રામ ગેરકાયદેસર ગાંજા સાથે પકડી પાડી એન.ડી.પી. એસ. નો ગુનો શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

પેરોલ ફર્લો પો.હેડ.કોન્સ. પીયુષભાઇ રણમલભાઇ સિસોદીયા દ્વારા રાણાવાવ પો.સ્ટે. ના ૧૬ વર્ષ થી ગેઝેટ પ્રસિધ્ધ નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ અલીરાજપુર ખાતેથી શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે. અને કીર્તિમંદીર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. ચાંડપા ભરતભાઇ સોમજીભાઇ દ્વારા કીર્તિમંદીર પો.સ્ટે. વિસ્તાર ના લકડી બંદર પુલ સામે થી એક ઇસમને શંકાના આધારે ચોરીના બે મોટર સાયકલો સાથે પકડી પાડી બી.એન.એસ.એસ. ક. ૩૫(૧) (ઇ), ૧૦૬ મુજબની કાર્યવાહી કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે આમ પોલીસ જિલ્લામાંથી પ્રસંશનીય કામગીરી કરનાર ૧૧ પોલીસ અધિકારી અને કર્મચારીઓ ને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓએ પ્રોત્સાહન રૂપે પ્રશંસાપ્રત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.
અંતમાં જિલ્લા પોલીસ વડાએ પ્રશંસિત તમામ પોલીસ કર્મચારી ઓને અભિનંદન પાઠવી ભવિષ્ય માં પણ આવી જ નિષ્ઠાપૂર્વક અને અસરકારક કામગીરી કરતા રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here