પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે પાર્કિંગ મેદાનમાં પાર્ક કરેલા બાજુ બાજુવાળા એક્ટિવા મોપેડ ના કલર એક સરખા જ હોય તેથી ઉતાવળમાં ભૂલ થી કુંભાર વાળા નું એક્ટિવા મોપેડ છાયાના ભાઈ લઈ જતાં તેમના એક્ટિવા મોપેડના નંબર ઉપરથી મોબાઈલ એપ થી ચેક કરતા સ્થળ ઉપર બાજુ વાળા એક્ટિવા મોપેડના માલીકના મોબાઈલ નંબર શોધી ટ્રાફિક પોલીસે અરસ પસાર પોત પોતાના એક્ટિવા પરત આપાવતા ઝડપી કરેલ ટાફીક પોલીસની કાર્યવાહી ની પ્રસંશા કરવામાં આવેલ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો તો.

ગઈ તા. ૧૦/૦૯/૨૦૨૫ સાંજના સમયે ટ્રાફીક પી એસ આઈ કે. બી ચૌહાણ તથા સ્ટાફ ટ્રાફિક પોલીસ ઓફિસે હાજર હતા તે દરમ્યાન કુંભારવાડા પોરબંદર માં રહેતા હેતલબેન મોઢા અને તેમના પતિ સાગરભાઈ ભોગાયતા ટ્રાફિક પોલીસ સ્ટેશને આવેલ અને જણાવેલ કે અમારું એકટીવા મોપેડ નં.Gj-25N- 5405 બ્રાઉન કલર નું જે ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર ના પાર્કિંગમાં પાર્ક કરેલ હતું અને તે પાછા લેવા જતા ત્યાં જોવામાં આવેલ નહીં અને અમારૂ એકટીવા મોપેડ જે જગ્યાએ હતુ.તેની બાજુમાં અમારા બ્રાઉન કલરના એકટીવા જેવુ જ બીજું એકટીવા નં.GJ-25AB-1428 જોવામાં આવેલ જેથી અમારા એકટીવાની ચાવીથી ઉપરોક્ત એકટીવા ચાલુ થઈ જતાં ત્યાં પડેલું એક્ટિવા મોપેડ અહીં ટ્રાફિક ઓફિસે અમો લઈને આવેલ છીએ તેમ જણાવતા વાહન નંબર ઉપરથી GJ25-AB-1428 ના મોબાઈલ એપ થી માલિક હર્ષિતભાઈ કારીયા રહે.છાયા પોરબંદર વાળાના મોબાઈલ નંબર શોધી સંપર્ક સાધી ટ્રાફિક ઓફિસે બોલાવી હર્ષિત ભાઈને પૂછતાં પોતાનું એકટીવા સર્વિસ કરવા આપેલ હતું અને તે ભાઈ હોસ્પિટલે દવા લેવા માટે ગયેલ હતા, અને ઉતાવળમાં બંન્ને એકટીવા બાજુ બાજુમાં પાર્ક થયેલા હોય એક જ કલરના હોય અને તેના એકટીવાની ચાવીથી આ સાગરભાઈનુ એકટીવા ચાલુ થઈ જતાં એકટીવા સર્વિસ સ્ટેશને ભૂલથી લઈને જતા રહેલનુ જણાવેલ. પુછપરછ કરતા આ બનાવ ભૂલથી બનેલાનું જણાય આવેલ. જેથી એક બીજાના વાહનો હોવાની ખાત્રી કરી બંન્ને પાર્ટીને વાહન સોંપવામાં આવેલ હતા.
ટ્રાફિક પોલીસ દ્રારા સહયોગ આપી ઝડપી કામગીરી કરવા બદલ સાગરભાઈ ભોગાયતા તથા હર્ષિતભાઈ કારીયાએ પોલીસનો આભાર માની સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ કામગીરી માં ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. બી. ચૌહાણ તથા એ.એસ.આઈ. કે.બી. પરમાર,હેડ કોન્સ.અજયસિંહ જાડેજા તથા ટી.આર.બી.જયમલ કુછડીયા રોકાયેલા હતા.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

